Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ:કર્ફ્યુમાં પણ આંશિક રાહત

હવે કર્ફ્યુ સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સવારે 9 વાગ્યે સમાપ્ત થશે : સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કર્ફ્યુ હટાવવાનો આદેશ

મહારાષ્ટ્રના અમરાવતીમાં હિંસા બાદ ફરી એકવાર ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર આરતી સિંહે બપોરે ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવાની  મંજૂરી આપી હતી. આ સાથે પોલીસ અધિકારીએ શહેરના લોકોને સોશિયલ મીડિયાનો સાવધાનીથી ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે લોકોને અપીલ કરી કે તેમણે વ્યર્થ અફવાઓ પર વિશ્વાસ ન કરતા સાવચેત રહેવું જોઈએ. આ સાથે અમરાવતીમાં સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી કર્ફ્યુ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

હવે કર્ફ્યુ  સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સવારે 9 વાગ્યે સમાપ્ત થશે. એક મીડિયા દ્વારા મળેલા સમાચાર મુજબ આજે આ મુદ્દાઓ પર લેવાયેલા નિર્ણયની માહિતી મળી હતી. ભાજપના બંધ   દરમિયાન ફાટી નીકળેલી હિંસા બાદ ગત શનિવારથી શહેરમાં સાત દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

ગુરુવારે સવારે 11થી સવારે 5 વાગ્યાની વચ્ચે કરિયાણા, દવાઓ અને શાકભાજીની ખરીદી જેવી આવશ્યક સેવાઓ માટે જ કર્ફ્યુમાં છૂટ આપવામાં આવી હતી. જે બાદ બેંક જેવી સરકારી સેવાઓ ફરી શરૂ થઈ શકી હતી. કર્ફ્યુમાં છૂટછાટ બાદ સરકારી કર્મચારીઓને તેમના કામ પર જવા દેવામાં આવ્યા હતા.

(11:22 pm IST)