Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન થંભી ગયું: એરફોર્સના હેલિકોપ્ટરે ચિત્રાવતી નદીમાં ફસાયેલા ૧૦ લોકોને બચાવ્યા

આંધ્રપ્રદેશના નેલ્લોર, ચિત્તૂર અને કડપા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.  જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.  ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

દરમિયાન, ભારતીય વાયુસેનાના એક એમઆઈ  હેલિકોપ્ટરે અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીમાં ફસાયેલા ૧૦ લોકોને બચાવ્યા.  વાયુસેનાએ આ જાણકારી આપી હતી કે  સ્થાનિક સત્તાવાળાઓ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં નિષ્ફળ ગયા બાદ હેલિકોપ્ટરને કાર્યરત કરવામાં આવ્યું હતું.  પોલીસે જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), રેવન્યુ, ફાયર સર્વિસ અને તરવૈયાઓએ પણ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.
દરમિયાન, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન વાય એસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી હતી.  તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી.  તેમણે એમ પણ કહ્યું કે તે દરેકની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. 
સત્તાવાળાઓએ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.  રાજ્ય સરકારે નેલ્લોર, ચિત્તૂર અને કુડ્ડાપાહ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરીની દેખરેખ માટે ત્રણ વિશેષ અધિકારીઓની નિમણૂક કરી છે. 
શુક્રવારે તિરુપતિના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડી આવતીકાલે શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે.

 

(10:00 pm IST)