Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોના મહાસંગ્રામમાં કોવિડ-૧૯, પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ સર્વદલીય બેઠક બોલાવી, પ્રદેશ બીજેપી ચીફ થયા સામેલ

નવી દિલ્હી : નવી દિલ્હીમાં કોવિડ-૧૯ના વધતા મામલા અને છેલ્લા એક દિવસમાં રેકોર્ડ મોત થયા પછી મુખ્યમંત્રી અરવિદંદ કેજરીવાલએ સર્વદલિય બેઠક બોલાવી દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું જો દિલ્હી સરકાર યોગ્ય કદમ ઉઠાવત તો લોકોને છઠ પુજા મનાવવામાં મુશ્કેલી ન થાત, બજાર કોવિડ-૧૯ દિશા-નિર્દેશો સાથે ખુલ્લા રહેવા જોઇએ.

(10:26 pm IST)
  • વિશ્વ સુપ્રસિદ્ધ શ્રી અક્ષરધામ મંદિર બંધ રહેશે : અમદાવાદ શહેરમાં હવે કોરોના વાયરસનું સંક્રમણમાં બેફામ વધારો થયો હોય અમદાવાદ શહેરમાં તા.૨૦થી ૨૩ નવેમ્બર સુધી કર્ફયુ જાહેર કરેલ હોય જેના અનુસંધાને સૌની સલામતી જળવાય એ હેતુ સાથે ગાંધીનગરમાં આવેલ સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર પણ આ દિવસો દરમિયાન બંધ રહેશે access_time 11:25 am IST

  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • એક લેબ્રાડોર ડોગ, અને બે માલીક, હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ : હોશંગાબાદમાં એક લેબ્રા ડોગ પર બે લોકોએ માલિકી હક્ક બતાવ્યો :મામલો વધુ બિચકાતા પોલીસ મથકે પહોંચ્યો : બંને પક્ષોએ પોતાની તરફેણમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરતા પોલીસ પણ ચકરાવે ચડી : હવે પોલીસ કરાવશે શ્વાનનો DNA ટેસ્ટ access_time 12:52 am IST