Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હિમાચલ પ્રદેશની શાળાઓમાં બીજા ધોરણથી ભણાવાશે સંસ્કૃત

રાજ્યનાં શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમને સ્વિકૃતી અપાઈ

ધર્મશાળા : હિમાચલ પ્રદેશની શાળાઓમાં હવે બીજા ધોરણથી જ સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવશે. રાજ્યનાં શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમને સ્વિકૃતી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદેશમાં હવે ડમી એડમિશન કરનારી શાળાઓને સબંદ્ધતા સમાપ્ત કરવામાં આવશે.આયોજીત શિક્ષણ બોર્ડની બેઠકમાં પ્રદેશ શિક્ષણ મંત્રી સુરેશ ભારદ્વાજે આ અંગે માહિતી આપી હતી.

  ભારદ્વાજે જણઆવ્યું કે, અત્યાર સુધી ઘણી શાળાઓમાં ડમ્મી એડમિશન કરે છે અને બાળકો બહાર જાય છે. એવા કાર્યોને અટકાવવા માટે શિક્ષણ બોર્ડ સર્વેલન્સ કમિટી બનાવશે. કોઇ યુનિવર્સિટી આવી ગતિવિધિઓમાં સંડોવાયેલી હશે તો તેમની સબંદ્ધતા જ રદ્દ કરી દેવામાં આવશે. ઉપરાંત જ્યાં પહેલા 40 બાળકો પર એક ઇનવિઝિલેટર લગાવાયું હતું. પરંતુ રૂમ નાના હોવાનાં કારણે 40 બાળકો બેસી શકતા નથી. તેને ધ્યાને રાખી હવે 25 બાળકો પર એક ઇનવિઝીલેટર રાખવામાં આવશે.

(1:29 pm IST)