Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

INX મીડિયા કેસઃ શું પી ચિદંબરમને મળશે જામીન કે રહેવું પડશે જેલમાં? આજે સુપ્રીમમાં સુનાવણી

જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી ૩ જજોની બેંચ ચિંદબરમની જામીન અરજી પર સુનાવણી કરશે. ગત સોમવારે ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે જામીન અરજી પર જલદી સુનાવણીની માંગ કરી હતીનવી દિલ્હી,તા.૨૦: INX મીડિયા હેરાફેરી સાથે સંકળાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં પી ચિદંબરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી ૩ જજોની બેંચ ચિંદબરમની જામીન અરજી પર સુનાવણી કરશે. ગત સોમવારે ચિદંબરમના વકીલ કપિલ સિબ્બલે જામીન અરજી પર જલદી સુનાવણીની માંગ કરી હતી. સિબ્બલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ચિદંબરમ ગત ૯૦ દિવસોથી જેલમાં બંધ છે. દિલ્હી હાઇકોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢી હતી, જેના વિરૂદ્ઘમાં તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

તમને જણાવી દઇએ કે ત્ફહ્ર મીડિયા કેસમાં પી ચિદંબરમને મોટો આંચકો આપતાં દિલ્હી હાઇકોર્ટે તેની સાથે સંકળાયેલા ઇડી કેસમાં જામીન અરજી નકારી કાઢી હતી. હાઇકોર્ટના જસ્ટિસ સુરેશ કૈથે પોતાના આદેશમાં કહ્યું હતું કે જો આ સ્ટેજ પર ચિદંબરમને જામીન આપવામાં આવે તો ૭૦ બેનામી બેંક એકાઉન્ટ સહીલ શેલ કંપની અને મની ટ્રેલને સાબિત કરવા તપાસ એજન્સી માટે મુશ્કેલ થઇ જશે.

(11:51 am IST)