Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

દલાલ સ્ટ્રીટમાં ફ્લેટ સ્થિતિ રહી : વેપારીઓ નિરાશ થયા

સેંસેક્સ ૧૭ પોઇન્ટ ઉછળીને ૩૩૩૫૯ની સપાટીએ : નિફ્ટી ૧૫ પોઇન્ટ સુધરીને ૧૦૨૯૮ની નવી સપાટીએ મિડકેપ-સ્મોલકેપમાં ક્રમશઃ ૦.૬-૦.૮ ટકાનો ઉછાળો

મુંબઈ, તા. ૨૦ : શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૭ પોઇન્ટ ઉછળીને ૩૩૩૫૯ની સપાટી પર રહ્યો હતો.જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટ સુધરીને ૧૦૨૯૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ક્રમશ ૦.૬ ટકા અને ૦.૮ટકાનો ઉછાળો રહ્યો હતો. મુડીએ હાલમાં ભારતના રેટિંગમાં સુધારો કર્યો હતો. ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ રેટિંગમાં સુધારો કરવામાં આવ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આજે ૦.૮૫ ટકાનો ઘટાડો થયો હતો. અગાઉના બે સેશનમાં મોટો ઉછાળો રહ્યો હતો. રિટેલ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાના આંકડાને પાર કરી જાય તેમ માનવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, શાકભાજી અને તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નોમુરા, મોર્ગન સ્ટેઇન્લી જેવી વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓના કહેવા મુજબ કિંમતોમાં દબાણની સીધી અસર આગામી મહિનાઓમાં જોવા મળી શકે છે. અર્થતંત્રમાં તેજીના ભણકારા પણ દેખાઈ રહ્યા છે. શાકભાજી અને તેલ કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. નોમુરાએ રિસર્ચ નોટમાં કહ્યું છે કે, સીપીઆઈ ફુગાવો નવેમ્બર મહિનામાં ચાર ટકાથી ઉપર પહોંચી શકે છે અને તે વર્ષ ૨૦૧૮માં ચાર ટકાના આરબીઆઈના ટાર્ગેટથી ઉપર રહશે. આજથી શરૂ થયેલા નવા કારોબારી સેશનમાં સાત પરિબળોની અસર દેખાશે. જે પરિબળોની અસર દેખાય છે તેમાં  ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, માઇક્રોઇકોનોમિક ડેટાના નબળા આંકડા, અનેક બ્લુચીપ કંપનીઓ તરફથી અપેક્ષા કરતા નબળા પરિણામનો સમાવેશ થાય છે.  અમેરિકાની રેટિંગ સંસ્થા મૂડ દ્વારા ભારતના રેટિંગમાં સુધારો કરવામાં આવ્યા બાદ છેલ્લા બે સેશનમાં તેજી જામી હતી. કારોબારના અંતે શુક્રવારે સેંસેક્સ ૨૩૬ પોઇન્ટ ઉછળીને ૩૩૩૪૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૩૦૦થી નજીક પહોંચીને બંધ રહ્યો હતો. સાપ્તાહિક આધાર બીએસઈ ૩૦ શેર સેંસેક્સમાં એક ટકાનો અને નિફ્ટીમાં ૦.૫૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. વૈશ્વિક રેટિંગ સંસ્થા મૂડીએ શુક્રવારના દિવસે ભારતની રેટિંગ છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખત સુધારી હતી.  સરકારે છેલ્લા એક દશકની અંદર ખાદ્ય તેલ ઉપર આયાત ટેક્સ સૌથી વધુ વધારી દીધો છે. સ્થાનિક ખેડૂતોને સમર્થન આપવાના હેતુસર આ નિર્ણય કરાયો છે. ડ્યુટીમાં વધારા બાદ તેલિબિયાની કિંમતો વધશે અને સ્થાનિક માર્કેટમાં ખેડૂતોને ફાયદો થશે. વર્ષ ૨૦૧૭-૧૮માં માર્કેટિંગ વર્ષમાં ખાદ્યતેલની આયાતને મર્યાદિત કરવામાં આનાથ મદદ મળશે. પહેલી નવેમ્બરના દિવસે વર્ષ ૨૦૧૭-૧૮ના માર્કેટિંગ વર્ષની શરૂઆત થઇ હતી. સરકારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ટેક્સને બે ગણો કરી દીધો છે.

 

(7:33 pm IST)