Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

ટ્રેનમાં ટિકિટ ચેકરને જોતા હાર્ટ એટેકઃ મોત

યુપીમાં પ્રવાસી જનરલની ટિકિટ લઇને રિઝર્વ્ડ ડબ્બામાં બેઠો હતો

બરેલી તા. ૨૦ : ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક પ્રવાસીને ટિકિટ ચેકરે ટિકિટ બતાવવા કહ્યું તો પ્રવાસીને હાર્ટ એટેક આવી ગયો હતો અને ત્યારપછી તેનું મૃત્યુ પણ થયું હતું. આ મુસાફરની ઓળખ શિવકુમાર વર્મા તરીકે થઈ છે અને તે અમરનાથ એકસપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. તે સહારનપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચઢ્યો હતો અને બે અન્ય સંબંધીઓ સાથે બિજનૌર જઈ રહ્યો હતો. તેની પાસે જનરલની ટિકિટ હતી અને તે રિઝર્વ્ડ ડબ્બામાં બેઠો હતો.જીઆરપીના સબ ઈન્સ્પેકટર લીલા સચાને કહ્યું હતું કે ટ્રેન બરેલી પહોંચી તો તેમને માહિતી મળી કે પ્રવાસી શિવકુમાર વર્માને હાર્ટ એટેક આવ્યો છે. તેમને ઝડપથી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોકટર્સે શિવકુમારનાં મોતનું કારણ હાર્ટ એટેક ગણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે જે ટિકિટ ચેકર ટ્રેનમાં ટિકિટ ચેક કરી રહ્યા હતા તેમણે શિવકુમાર અને તેમના સંબંધીઓને કહ્યું હતું કે તેઓ રિઝર્વેશન ડબ્બામાં છે.

તેમણે એકશન લેવાની વાત કરી કે તરત શિવકુમારને હાર્ટ એટેક આવી ગયો હતો. મૃતકના સંબંધી દીપક વર્માએ કહ્યું હતું કે જયારે એ લોકો શાહજહાંપુર રેલવે સ્ટેશને પહોંચ્યા તો ત્યાં ભીડ હતી.

(10:37 am IST)