Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ વીમા યોજનાની મુદતમાં વધુ 6 મહિના વધારવામાં આવી

કોરોના દર્દીઓની સંભાળ લેતા આરોગ્ય કર્મચારીઓના આશ્રિતોને આપવામાં આવતું સુરક્ષા કવચ

નવી દિલ્હી :  કોરોના સામે લડતા આરોગ્ય કર્મચારીઓ માટે વીમા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ, વધુ 180 દિવસો માટે લંબાવવામાં આવી છે. વીમા પોલિસીની વર્તમાન મુદત 20 ઓક્ટોબર એટલે કે આજે સમાપ્ત થાય છે. મળતી માહિતી મુજબ, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1351 દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું છે.

એક નિવેદનમાં  સરકાર કહે છે કે કોવિડ -19 રોગચાળો હજુ પણ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં, આરોગ્ય કર્મચારીઓ હજુ પણ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના સંબંધિત ફરજ માટે તૈનાત છે. હજુ પણ આવા સ્થળોએથી આરોગ્ય કર્મચારીઓના મૃત્યુની માહિતી મળી રહી છે. જેના કારણે 21 ઓક્ટોબરથી આગામી 180 દિવસ માટે વીમા પોલિસી લંબાવવામાં આવી છે. જેથી કોરોના દર્દીઓની સંભાળ લેતા આરોગ્ય કર્મચારીઓના આશ્રિતોને આપવામાં આવતું સુરક્ષા કવચ ચાલુ રાખી શકાય. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ 30 માર્ચ 2020 થી લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં 90 દિવસના સમયગાળા માટે રોગચાળા સામે લડતા આરોગ્ય કર્મચારીઓને 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનું કહેવામાં આવ્યું હતું. જે પછી યોજનાનો સમયગાળો 24 માર્ચ 2021 સુધી વધારવામાં આવ્યો. જો કે, બાદમાં બીજી લહેરને કારણે 20 એપ્રિલ 2021 ના રોજ તેને ફરી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યું.

(11:57 pm IST)