Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળી પહેલા પેટ્રોલ - ડિઝલ સસ્તા કરશે સરકાર

રોજેરોજ વધતા પેટ્રોલ - ડિઝલના વધતા ભાવોમાં લોકોને રાહત મળશે : એકસાઇઝ ડયુટી ઘટાડાય તેવી શકયતા : પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ની અંદર લવાશે : ડિઝલના ભાવમાં પણ મોટાપાયે ફેરબદલ થવાના એંધાણ

નવી દિલ્હી તા. ૨૦ : દિવાળી ૨૦૨૧માં ગ્રાહક ઓટો ઇંધણની વધતી કિંમતથી રાહતની આશા રાખી શકે છે. કારણ કે સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એકસાઇઝ ડયુટીમાં ઘટાડવાનો વિકલ્પ પસંદ કરશે. આ ઘટાડો મહામારી ફેલાયા બાદ પ્રથમવાર થશે. સરકારનું લક્ષ્ય ક્રુડ ઓઇલની કિંમતોમાં સામાન્ય રૂપથી ઉપયોગ કરવામાં આવતા બે ઉત્પાદનોના રીટેલ કિંમત પર પ્રતિકૂળ પ્રભાવ થવાથી રોકવાનું છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતો અગાઉથી જ દેશભરમાં ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી છે અને છેલ્લા એક મહિનામાં ખૂબ જ વધારો થયો છે. જેનાથી ગ્રાહકોના ખીચ્ચા ખાલી થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઓટો ઇંધણની કિંમતોમાં વધુ વધારો રોકવા માટે પેટ્રોલ અને ડિઝલ પર એકસાઇઝ ડયુટીમાં ૨-૩ રૂપિયા પ્રતિલીટરના ઘટાડાની જાહેરાત કરવામાં આવશે. પેટ્રોલની કિંમતોમાં ૧ જાન્યુઆરીથી ૩૦ રૂપિયા પ્રતિ લિટરના વધારા સાથે ડીઝલની કિંમતોમાં ૨૬ રૂપિયા પ્રતિ લિટરના વધારા સાથે ઇંધણની વધતી કિંમતનો કકળાટ ભોગવતા ગ્રાહકો માટે ઉત્સવને મીઠો બનાવા માટે દિવાળી પહેલા ઘોષણા થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બે પેટ્રોલિયમ ઉત્પાદનો પર એકસાઇઝ ડયુટી અંગેના સંશોધન પર વિચાર કરવાના પ્રસ્તાવ પર નવી રીતથી ચર્ચા કરવામાં આવી છે. જો કે હજુ અંતિમ નીર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આ અંગે ટુંક સમયમાં નિર્ણય થશે.

જો લાગુ કરવામાં આવે તો બે ઉત્પાદનો પર એકસાઇઝ ડયુટીમાં ૨ રૂપિયા પ્રતિ લિટરે ઘટાડાથી આખા વર્ષની તીજોરીમાં ૨૫ હજાર કરોડનો પ્રભાવ થશે. કોઇ પણ વધુ ઘટાડો વાર્ષિક રાજસ્વ પ્રભાવને ૩૬ હજાર કરોડ રૂપિયાથી વધુની અસર થશે. જો કે ચાલુ નાણાકીય વર્ષનો વધુ સમય સમાપ્ત થઇ ચૂકયો છે.

ગ્રાહકો માટે એકસાઇઝ ડયુટીમાં ૩ રૂપિયાનો ઘટાડો પેટ્રોલ અને ડીઝલની રીટેલ કિંમતોમાં મોટો ઘટાડામાં ફેરફાર થઇ શકે છે. કારણ કે તેલ કંપનીઓ કિંમતોમાં ઘટાડાનો બોજ પણ ઉઠાવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજયોને ઇંધણની કિંમતો પર વેટ ઘટાડા પર વિચાર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી રીટેલ દરોને ૧૦૦ રૂપિયા પ્રતિલિટરથી નીચે લાવવામાં મદદ મળશે.

ડ્યૂટીમાં કાપ વગર સરકાર ઓટો ફયુઅલમાંથી ૪.૩ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખે છે - જે ૩.૨ લાખ કરોડના બજેટ અંદાજ કરતાં ઘણી વધારે છે. નાણાકીય વર્ષ ૨૦૧૧ માં પણ સરકારી ખજાનામાં પેટ્રોલિયમ ક્ષેત્રનો ફાળો ૪ લાખ કરોડ રૂપિયાથી વધુ હતો. આનું કારણ એ છે કે, માર્ચ અને મે, ૨૦૨૦ ની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર એકસાઈઝ ડ્યૂટી ૧૩ રૂપિયા અને ૧૬ રૂપિયા પ્રતિ લીટર વધારી હતી અને હવે તે ડીઝલ પર ૩૧.૮ રૂપિયા અને પેટ્રોલ પર ૩૨.૯ રૂપિયા પ્રતિ લીટર છે.

એકસાઇઝ ડ્યુટીમાં વધારો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને બે દાયકાના નીચલા સ્તરેથી સરભર કરવાનો હતો. હકીકતમાં, વધારાની એકસાઇઝ ડ્યુટી આવકનો મોટો હિસ્સો સરકાર દ્વારા જાહેર કરાયેલા COVID રાહત પગલાં માટે ઉપયોગમાં લેવાયો હતો.

 પરંતુ હવે વિચારવાનો અર્થ એ છે કે અર્થતંત્ર પુર્નઃ સજીવન મોડ પર પ્રત્યક્ષ અને પરોક્ષ કર આવક બંનેમાં તેજી દર્શાવે છે, સામાન્ય માણસના હિતમાં ફરજોમાં થોડો ફેરફાર થઈ શકે છે.

(3:18 pm IST)