Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ડોગી કરતાં નારાજ માલિકે પણ બચકું ભરી લીધું

માલિક તેના પાળેલા ડોગીને લઇને પોતાની સાથે એની પણ સારવાર કરાવવા માટે સ્થાનિક હોસ્પિટલમાં પહોંચ્યો

ગોપાલગંજ,તા.૨૦: જિલ્લામાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સ્થાનિક હોસ્પિટલમાં એક યુવક પોતાની સાથે સાથે તેના પાળતુ ડોગીને લઈને સારવાર કરાવવા માટે પહોંચ્યો હતો. એવું બન્યુ હતુ કે, પાળેલું ડોગી તેના માલિકને કરડ્યુ હતુ. આનાથી ડોગીનો માલિક ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં તેણે પણ તેના પાળતુ ડોગીને બચકુ ભરી લીધુ હતુ. એ પછી આ માલિક તેના પાળેલા ડોગીને લઈને પોતાની સાથે એની પણ સારવાર કરાવવા માટે સ્થાનિક હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તે અહીં આવીને ઈમરજન્સી વોર્ડમાં આમ તેમ ભટકવા લાગ્યો હતો. એ પછી યુવકને ઓપીડીમાં સારવાર કરવા માટેની સલાહ આપવામાં આવી હતી.

જયારે યુવક તેના ડોગીને લઈને હોસ્પિટલ પહોંચ્યો તો ફરજ પર હાજર તબીબોએ તેને એન્ટિ રેબીઝ ઈન્ફેકશન લગાવવા માટે સલાહ આપી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ, ૨૬ વર્ષીય પીડિત યુવકનું નામ મનુ માંઝી છે. તે બસડીલા ગામનો રહેવાસી છે. પીડિત મનુ માંઝીએ જણાવ્યું કે, તેની પાસે એક પાળતુ ડોગી છે. આજે મંગળવારે તે પોતાના ડોગીને ખાવાનું ખવડાવી રહ્યો હતો. એ દરમિયાન ડોગી કરડ્યો હતો. એ પછી તે નારાજ થયો હતો. ગુસ્સામાં તેણે પણ ડોગીને બચકુ ભરતા તે ઈજાગ્રસ્ત થયો હતો.

જયારે માલિકે તેના ડોગીને બચકુ ભર્યુ તો તે પણ ઈજાગ્રસ્ત થયુ હતુ. એ પછી યુવક તેના પાળેલા ડોગીને બાઈક પર લઈને સારવાર કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. એ પછીતે તેના પાળેલા ડોગી ખોળામાં લઈને સ્થાનિક હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના પરિસરમાં આમ તમે ભટકવા લાગ્યો હતો. એ પછી ઓપીડીમાં હાજર ડોકટરોને બતાવવામાં આવ્યું હતું. ફરજ પર હાજર ડોકટરોએ યુવકને એન્ટિ રેબીઝ ઈન્જેકશન લગાવવા માટે સલાહ આપી હતી. બાદમાં યુવક તેના પાળેલા ડોગીને લઈને પશુ હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાં તેની સારવાર કરાવીને દ્યરે ફર્યો હતો.

(10:04 am IST)