Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દિવાળી તહેવાર પૂર્વ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો : ગૃહણીઓનું બજેટ ખોરવાયું

ખાદ્યતેલ હોય કે અનાજ કે કઠોળ તમામ વસ્તુના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ભાવ આસમાને

અમદાવાદ :દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેવા સમયે છેલ્લા મહિનાઓમાં વધેલા જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવના પગલે આ વખતે દિવાળી ફિક્કી અને મોંધી બનવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં આ વખતના તહેવારો ઉજવવા મધ્યમ વર્ગને ખુબ જ મોંઘા પડવાના છે.

ખાદ્યતેલ હોય કે અનાજ કે કઠોળ આ તમામ વસ્તુના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ભાવ આસમાને છે. તેલના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 25 ટકા ભાવમાં વધારો તો કઠોળ અનાજમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઇ ગયું છે.

જેમાં ખાસ કરીને બજારમાં તેલના ભાવમાં અસહય ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં જો ખાધતેલમાં કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 2500,સીંગતેલનો ડબ્બાનો ભાવ 2600, જયારે પામોલીન તેલ ડબ્બાનો ભાવ 2000 છે. જો કે તેલના ભાવ અંકુશમાં આવશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યાં છે. જ્યારે બીજી તરફ ખાદ્યચીજોગોળ, ખાંડ, ચા, ના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

તેવી જ રીતે જોવા જઇએ તો કઠોળના ભાવમાં પણ ગત વર્ષની સરખામણીએ બમણો ભાવ જોવા મળી રહ્યો છે.આ વખતે મોંઘવારીને કારણે ગૃહિણીઓ સૌથી વધુ ચિંતિત છે.ગૃહિણીને ચિંતા સતાવી રહી છે કે ઓછા પગારમાં આ વખતે તહેવાર કેવી રીતે મનાવીશું.મોઘવારીના માહોલમાં આ વખતે તહેવારોની મઝા બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે બજારોમાં ભાવ નિયત્રણમાં આવે તે અત્યંત જરૂરી છે

(12:00 am IST)