Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સીએએ ટુંક સમયમાં જ લાગુ કરી દેવાશે : જે.પી. નડ્ડા

નાગરિકતા સંશોધન કાનૂન મામલે મોટુ નિવેદન

નવી દિલ્હી, તા. ર૦ : દેશમાં બિહાર વિધાનસભાની ચૂંટણી જોર ચાલી રહ્યું છે, પણ તેની સાથે જ આવતા વર્ષે થનાર પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે પણ હિલચાલ વધી ગઇ છે. ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડાએ બંગાળની રેલીમાં નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, સીએએ ટુંક સમયમાં જ લાગુ કરી દેવાશે.

હવે આ નિવેદન ઉપર ટીએમસી દ્વારા વળતો હુમલો કરવામાં આવ્યો છે. ટીએમસી સાંસદ અને લોકસભામા પક્ષના મુખ્ય અવાજ મહુઆ મોઇમાએ ટવીટ કરીને નડ્ડાને જવાબ આપતા લખ્યું કે જે.પી. નડ્ડા કહી રહ્યા છે  કે સીએએ જલ્દી લાગુ થઇ જશે. તો બીજેપી પણ સાંભળી લે, તમે અમને કાગળ દેખાડશો તે પહેલા જ અમે તમને દરવાજો દેખાડી દેશું.

(2:48 pm IST)