Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

આયરલેન્ડમાં ફરી લોકડાઉન લાગુ

શાળા-કોલેજો ખુલ્લા રહેશે : એલર્ટ જાહેર

ડબલિયન,તા.ર૦ : યુરોપમાં કોરોનાના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું આયરલેન્ડ યુરોપીયન સંઘનો પ્રથમ એવો દેશ છે જેને કોરોના સક્રમણ પર નિયંત્રણ માટે ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમ્યાન શાળાઓને મંજુરી આપવામાં આવી છે.

આયરલેન્ડના સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કોરોના કેસમાં વધારો રોકવાની ભલામણ બાદ આ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન બાદ આયરલેન્ડ આયલેન્ડ હાઇએલર્ટ પર પહોંચી ગયું છે. જો કે આ દરમ્યાન શાળા અને શિશુ ઘરોની ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવી છે. સાથે જ કુલીન સ્તરની રમતો ચાલુ રહેશે પરંતુ ગેરજરૂરી રીટેલ, વાણંદની દુકાનો અને સલુન બંધ રહેશે.

લોકડાઉન દરમ્યાન સ્મશાનયાત્રા અને અંત્યેષ્ટિ ક્રિયામાં ૧૦ લોકો જ સામેલ થઇ શકશે અને ફકત છ લોકો જ લગ્નમાં હાજરી આપી શકશે લોકડાઉનના પ્રસ્તાવો હેઠળ એ પણ કહેવામાં આવ્યું છે કે લોકોએ તેમના ઘરથી  પ કિ.મી.ના અંતર જ દૈનિક ગતિવિધિઓને પ્રતિબંધિત કરવા પડશે.

 આયરલેન્ડ ડોનેગલ, કેૈવન અને મોનાઘન વર્તમાનમાં કોરોનાની ચેતવણી આપેલી છે. જયારે દેશના અન્ય ભાગ સ્તર-૩ પર છે.

(11:27 am IST)