Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

એશિયામાં સૌથી વધુ તાકાત ધરાવતા વિશ્વના 26 દેશોમાં ભારત ચોથા ક્રમે : ચીન બીજા ક્રમે : ચીનની આર્થિક વૃદ્ધિના 40 ટકાએ પહોંચવામાં પણ ભારતને હજુ એક દસકો લાગશે : સિડનીની લોવી ઇન્સ્ટિટ્યુટનો સર્વે

સિડની : સિડનીની લોવી ઇન્સ્ટિટ્યુટે એશિયામાં સૌથી વધુ તાકાત ધરાવતા  વિશ્વના  26 દેશોની યાદી બહાર પાડી છે.જેમાં પ્રથમ ક્રમે અમેરિકા તથા બીજા ક્રમે ચીન છે.ત્રીજા ક્રમે જાપાન બાદ ચોથા ક્રમે ભારત છે.પાંચમા ક્રમે રશિયા ,છઠ્ઠા ક્રમે ઓસ્ટ્રેલિયા ,સાતમા ક્રમે સાઉથ કોરિયા ,આઠમા ક્રમે સિંગાપોર ,બાદ નવમા તથા દસમા ક્રમે અનુંક્રમે થાઈલેન્ડ અને મલેશિયા છે.
સર્વેમાં જણાવાયા મુજબ કોરોના કહેર દરમિયાન ભારતે ચીન કરતા આગળ નીકળી જવાનો મોકો ગુમાવી દીધો છે.હાલમાં ભારત  ચીન કરતા આર્થિક તેમજ સૈન્ય ક્ષેત્રે ચીન કરતા પાછળ છે. ચીનની આર્થિક વૃદ્ધિના 40 ટકાએ પણ પહોંચવામાં ભારતને હજુ એક દસકો લાગશે.તેવું સર્વેમાં જણાવાયું છે. 

(1:18 pm IST)