Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વોકીંગ અે કોઇ કસરત નથીઃ અેક મિનિટમાં ૧૦૦ સ્ટેપ ચાલવાની ક્રિયા જ બ્રિસ્ક વોકિંગ, તેનાથી જ ફાયદો થાય

સેલિબ્રિટી ન્યૂટ્રિશ્યાનીસ્ટ રુજુતા દિવેકરે દાવો કર્યો છે કે વૉકિંગ એ કોઈ કસરત નથી. આ દાવાએ ફિટનેસ જગતમાં ચર્ચાના વિષયમાં વધુ એક ઉમેરો કર્યો છે. જોકે, આ નિવેદનથી દરરોજ વૉકિગ માટે જતા લોકો પણ ચોંકી ગયા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, વૉકિંગ એ કોઈ શારીરિક કસરત નથી. જોકે, તે ચાલવાની સ્પીડ, સમય, હાર્ટ રેટ અને બીજા પણ કેટલાક પાસાઓને અસર કરે છે.

100 સ્ટેપ ચાલવું ફાયદાકારક

સ્ટ્રોક રીસર્સ એન્ડ રિકવરી ઈનસ્ટિટ્યુટ હાર્વડેના અભ્યાસ પ્રમાણે તેને બ્રિસ્ક વૉકિંગ કહેવાય છે. એક મિનિટમાં 100 સ્ટેપ ચાલવાની ક્રિયાને બ્રિસ્ક વૉકિંગ નામ આપવામાં આવ્યું છે. જોકે, અમુક જ લોકો આ ટર્મનો ઉપયોગ કરે છે. મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરતા નથી. એ વાત પણ સાચી છે કે, જે લોકો દરરોજ કસરત કરતા નથી તેઓએ 100 સ્ટેપ ચાલવું જોઇએ. તેનાથી ફાયદો થાય છે. પરંતુ, આવા લોકો દરરોજ કરસત કરતા લોકોથી થોડું ઓછું ચાલી શકે છે. બીજી તરફ વધુ પડતા વજન ધરાવતા લોકો માટે એક મિનિટમાં 100 સ્ટેપ બહુ વધારે થતી કસરત સમાન છે. અથવા જે લોકો ઈજાગ્રસ્ત કે માંદા તેમના માટે પણ આ સમય સામેના પગલાં ખૂબ વધું છે.

શું કહે છે અભ્યાસ?

તાજેતરમાં કસરતને લઈને થયેલા 38 જુદા જુદા પરથી સંશોધનકર્તાની ટીમે તારણ કાઢ્યું હતું કે, એક મિટિનમાં કેટલા સ્ટેપ લો ચાલો છો એ તમામ વસ્તુ બ્રિસ્ક વૉકિંગમાં આવે. 40 વર્ષથી નીચેના લોકોએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. જેમના ફિટનેસ લેવલ જુદા જુદા હતા. વજન અને ઊંચાઈમાં પણ તફાવત હતો. 38 જુદા જુદા રીસર્સ પરથી જાણવા મળ્યું કે, 100 સ્ટેપનો સીધી સંબંધ બ્રિસ્ક વૉકિંગ સાથે છે.

મહેનત પર આધારિત

હ્દય અને શરીર પરથી ખ્યાલ આવે છે કે વ્યક્તિ કેટલી મહેનત કરે છે? ઝડપથી ચાલવાથી શરીરને કસરત મળે છે. તેમની ફીટનેસ બેઠાળુ જીવન જીવતા લોકોથી વધારે હોય છે.

હ્દય પરથી ખ્યાલ આવે

કેટલો કઠોર પરિશ્રમ કે કસરત કરો છો તેનો ખ્યાલ હ્દય પરથી આવે છે. પરંતુ, અભ્યાસમાં દાવો કરાયો છે કે, હાર્ટરેટ માપવા માટે સ્માર્ટવૉચ અને ફિટનેસ બેન્ડ પૂરતા અને એક્યુરેટ નથી. આ ઉપરાંત જ્યારે પણ ઝડપથી ચાલવાનું થાય ત્યારે સ્ટેપને આંગળીઓથી ગણવા એ શક્ય નથી. જો બ્લેડ પ્રશર ઓછુ રહે તેની દવા લેતા લોકોનો હાર્ટરેટ ઓછો હોય છે. વ્યક્તિ કેટલો શારીરિક શ્રમ કે કસરત કરે છે તે જાણવા માટે હાર્ટરેટ પર ફોકસ કરવામાં આવે છે.

વૉક એન્ડ ટોક

વૉક એન્ડ ટોક પણ તમે કેટલું ચાલો છે તે માપવા માટે મદદરૂપ છે. વૉક એન્ડ ટોકને બોર્ગ સ્કેલ પણ કહેવામાં આવે છે. જો ચાલતા ચાલતા ગીત ગાય શકો તો તમે સ્વસ્થ છે, ચાલતી વખતે એક વાક્ય પૂર્ણ કરી શકો તો તમે સ્વસ્થ છે. ખાસ કરીને જ્યારે વધુ પડતા શ્વાસ લેવામાં આવે ત્યારે વાત કરવી મુશ્કેલ બને છે. જ્યારે ઊંડા શ્વાસ લેવામાં આવે ત્યારે પણ થોડી મુશ્કેલીઓ પડે છે.

એક મિનિટમાં કેટલું ચાલો છો?

દસ સેકન્ડમાં કેટલા સ્ટેપ લો છો તેને 6 વડે ગુણવાથી એક મિનિટમાં વૉકિગ સ્ટેપની એવરેજ મળે છે. મળી આવતો નંબર જો 100ની નજીક ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કસરત અને દરરોજના સમયમાં પરિશ્રમ વધારી દો.

 

(4:58 pm IST)
  • પોરબંદરો : ર૪ કલાકમાં બાઇક સળગાવાની બીજી ઘટના ઘટી: આજે રાત્રે ૧૧ વાગેની આસપાસ કોઇ અજાણ્‍યા ઇસમે સત્‍યનારાયણ મંદિર પાસે જીમની નજીક પડેલ બાઇક સળગાવેલ હોય કોઇની નજર પડતા પાણીથી આગ ઠારી નાખતા મોટી જાનહાની અટકી છે. access_time 11:55 pm IST

  • નર્મદા :સરદાર સરોવર નર્મદા નિગમ વિભાગે સિંચાઈનું પાણી આપવા જાહેરાત કરી:ખેડૂતોને રવિ-શિયાળુ પાક માટે મળશે પાણી:નર્મદા કમાન્ડ વિસ્તારમાં મળશે પાણી access_time 5:32 pm IST

  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST