Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ઓક્સિજન લઇ જતા વાહનોને કોઇપણ પ્રકારની રોકટોક વગર જવા દેવાનો ગૃહમંત્રાલયનો નિર્દેશ

કોવિડ-૧૯ના મધ્યમ અને ગંભીર દર્દીઓના ઇલાજ માટે ઘણો મહત્વપૂર્ણ છે

નવી દિલ્હી: કેન્દ્રીય  ગૃહમંત્રાલય દ્વારા બધા રાજ્યોને આદેશ આપ્યો છે કે ઓક્સિજન લઇ જતા વાહનોને કોઇ રોકટોક વગર જવા દેવામાં આવે, કારણ કે કોવિડ-૧૯ના દર્દીઓ માટે ઓક્સિજનની ભૂમિકા મહત્વની છે. દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે એવી જાણકારી સામે આવી છે કે કેટલાંક રાજ્ય પોતાના રાજ્યમાં આવેલા ઉત્પાદનના એકમોમાં ઓક્સીજન પૂરવઠાને આંતરરાજ્યમાં આવન-જાવનને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે

  . કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે કેટલાક રાજ્ય પોતાના ક્ષેત્રમાં ઉત્પાદકો અને પૂરવઠાકારોને એમ પણ કહી રહ્યાં છે કે રાજ્યની હોસ્પિટલો સુધી પોતાનો ઓક્સીજન પૂરવઠો સીમિત રાખે. ભલ્લાએ કહ્યું કે આરોગ્ય ઉપયોગમાં લેવામાં આવનાર ઓક્સિજનનો પર્યાપ્ત અને અવિરત પુરવઠો કોવિડ-૧૯ના મધ્યમ અને ગંભીર દર્દીઓના ઇલાજ માટે ઘણો મહત્વપૂર્ણ છે અને કોવિડ-૧૯ના ઉપચાર લઇ રહેલા દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને ઓક્સિજનની ઉણપ જોવા મળવાની પણ શક્યતા છે.

  પત્ર મુજબ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જણાવામાં આવ્યું છે કે, રાજ્યની વચ્ચે આરોગ્યમાં ઉપયોગમાં લેવામાં આવકા ઓક્સિજનની આવન-જાવન પર કોઇ રોક ન હોવી જોઇએ અને પરિવહન અધિકારીઓને પણ આ અનુરુપ ઓક્સિજન લઇ જતા વાહનોને કોઇ રોક-ટોક વગર જવા દેવાનો આદેશ આપવામાં આવે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉત્પાદકો અને પૂરવઠા આપનારા પણ ઓક્સિજનનો પૂરવઠો માત્ર રાજ્ય અને હોસ્પિટલમાં જ કરવાને લઇને કોઇ પ્રતિબંધ લગાવામાં ન આવે.

(10:48 am IST)