Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મંદીને મારવા કોર્પોરેટ ટેક્ષમાં ઘટાડો

નવી કંપનીઓએ આપવો પડશે માત્ર ૧૫ ટકા ટેક્ષઃ ઘરેલું કપંનીઓ પર છુટ વગર ઇન્કમટેક્ષ ૨૨ ટકા રહેશે : સરચાર્જ અને સેસ જોડી પ્રભાવી દર ૨૫.૧૭ ટકા થશેઃ પહેલા ૩૦ % હતો : કેપીટલ ગેઇન્સ પર સરચાર્જ સમાપ્તઃ સરકારે ૧.૪૫ લાખ કરોડની રાહત આપી : મીનીમમ અલ્ટરનેટિવ ટેક્ષને (મેટ) માં રાહત : ૧૮.૫ ટકાને બદલે ૧૫ ટકા દેવાનો રહેશેઃ બાયબેક ટેક્ષમાં પણ રાહત

નવી દિલ્હી,તા.૨૦:આજરોજ GST બેઠક પૂર્વે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરીષદ યોજી કોર્પોરેટ જગતને લઇને મોટી જાહેરાત કરી છે. જેમાં નાણાંમંત્રીએ કંપનીઓના કોર્પોરેટ ટેકસમાં દ્યટાડાની જાહેરાત કરી છે. જેને લઇને મેન્યુફેકચરિંગ કંપનીઓને મોટી રાહત  થશે. કંપનીઓ માટે નવો કોર્પોરેટ ટેકસ ૨૫.૧૭ ટકા નક્કી કરવામાં આવ્યો છે પહેલા તે ૩૦% હતો.જયારે કેપિટલ ગેન પરનો સરચાર્જને દૂર કરવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે IT એકટમાં નવી જોગવાઇ જોડવામાં આવી છે, જે નક્કી કરશે કે કોઇપણ નવી ઘરેલુકંપનીઓનું ગઠન જે ૧ ઓકટોબર ૨૦૧૯ કે ત્યારબાદ થઇ હોય અને જે નવું રોકાણ કરી રહી છે તેમને ૧૫ ટકાના દરથી ટેકસ ચૂકવશે.

ગોવામાં યોજાનારી GST કાઉન્સીલની બેઠક પૂર્વ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરીષદ યોજી હતી. આ દરમિયાન નાણાંમંત્રીએ કંપની અને ઇન્ડસ્ટ્રીઝ રાહત આપી છે. આમ મંદીની અસર ઓછું કરવા સરકારે આ પગલુ ભર્યું છે.ઞ્લ્વ્દ્ગક બેઠક પહેલા નાણાંમંત્રીએ ઘરેલું કંપનીઓને રાહતને લઇને કરેલી જાહેરાતને શેરબજારે વધાવી લીધું છે. જેને લઇને સેન્સેકસમાં ઉછાળો જોવા મળ્યો. આમ નાણાંમંત્રીની જાહેરાત બાદ છેલ્લા થોડા સમયથી રેડઝોનમાં ચાલી રહેલા શેરબજારમાં નવા પ્રાણ ફુંકાયાં છે.

નાણાંમંત્રીએ જણાવ્યું કે રોકાણ કરનાર કંપની પર ૧૫ ટકા ટેકસ લાગશે. જયારે મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે પણ ટેકસ દ્યટશે. કોઇપણ રાહત વગર ઇન્કમ ટેકસ ૨૨ ટકા હશે. જો કે સરકારને આ જાહેરાત બાદ ૧.૪૫ લાખ કરોડનું નુકસાન થશે. ઇકિવટી કેપિટલ ગેન્સ પર સરચાર્જ હટાવી દેવામાં આવ્યો છે.

આમ મંદીનો માર સહન કરી રહેલા ઉદ્યોગોને નાણાંમંત્રી સીતારમણે મોટી રાહત આપી છે. જેમાં ઉદ્યોગપતિઓને રાહત આપતા નાણાંમંત્રીએ કોર્પોરેટ ટેકસમાં ઘટાડાની જાહેરાત કરી છે. આ સાથે જ MAT એટલે કે મીનીમમ અલ્ટરનેટિવ ટેકસને હટાવી દીધો છે. ખરેખર તો આ ટેકસ એવી કંપનીઓ પર લગાવામાં આવે છે જે નફો કરતી હોય. ઇન્કમ ટેકસ એકટના સેકશન ૧૧૫થ્ગ્ ના હેઠળ MAT લાગે છે. મિનિમમ અલ્ટરનેટિવ ટેક્ષમાં રાહત આપીને ૧૮.૫ ટકાને બદલે ૧૭ ટકા આપવામાં રહેશે.

ગોવામાં થનારી જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કંપની અને કારોબારીઓને રાહત આપતા કોર્પોરેટ ટેકસ ઘટાડવાની જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેકસ દ્યટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુકયું છે. દ્યરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેકસ દ્યટાડવામાં આવશે. સરકારે દ્યરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેકસ ૩૦%થી ઘટાડીને ૨૨% કર્યો છે. અત્યાર સુધી ૪૦૦ કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળી કંપનીઓ પર ૨૫્રુ અને બાકીની કંપનીઓ પર ૩૦% કોર્પોરેટ ટેકસ લાગતો હતો.

નિર્મલા સીતારમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે આઈટી એકટમાં નવા પ્રવધાનોને જોડવામાં આવ્યા છે, જે સુનિશ્યિત કરશે કે કોઈ પણ ઘરેલું કંપની જેની રચના ૧ ઓકટોબર ૨૦૧૯ કે તેના પછી થઈ હોય અને જે નવેસરથી રોકાણ કરી રહી છે તો તે ૧૫ ટકાના દરથી ઈન્કમ ટેકસની ચૂકવણી કરશે. નિર્મલા સીતારમણે કરેલી જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. બાયબેક ટેક્ષમાં પણ રાહત આપવામાં આવી છે

(3:26 pm IST)