Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સૈન્ય અધિકારીઓના બનાવટી ટ્વિટર હેન્ડલ અંગે આર્મીનું કડક વલણ: આકરી કાર્યવાહી કરશે

સેનાએ 200 થી વધુ નકલી ટ્વીટર હેન્ડલ્સની ઓળખ કરી

નવી દિલ્હી : સેનાના જનસંપર્ક અધિકારી અમન આનંદે જણાવ્યું હતું કે અમે કેટલાક સોશ્યલ મીડિયા હેન્ડલ્સની ઓળખ કરી છે જે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના નામે છે. તેમણે કહ્યું કે અમે સંબંધિત એજન્સીઓના સંપર્કમાં છીએ.

 ભારતીય સેનાએ બનાવટી ટ્વિટર હેન્ડલ્સ અંગે કડક વલણ અપનાવ્યું છે. નકલી ટ્વિટર હેન્ડલ પર આર્મી કાર્યવાહી કરશે. સેનાએ બનાવટી ટ્વિટર હેન્ડલ બંધ કરવાની ફરિયાદ કરી છે.

   આનંદે કહ્યું કે જ્યારે પણ આર્મીને આવા હેન્ડલ્સ મળે છે ત્યારે અમે સંબંધિત એજન્સીઓને જાણ કરીએ છીએ. આ પછી, સંબંધિત એજન્સીઓ કાર્યવાહી કરે છે. એવું કહેવામાં આવે છે કે સેનાએ 200 થી વધુ નકલી ટ્વીટર હેન્ડલ્સની ઓળખ કરી છે.

  આમાં આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નામે બનાવટી ટ્વીટર હેન્ડલ શામેલ છે. પાકિસ્તાન દ્વારા નકલી હેન્ડલ્સ બનાવીને ભારતીય સેનાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

(12:55 pm IST)