Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કેરળ હાઈકોર્ટનો ઐતિહાસિક ફેંસલો ઈન્ટરનેટનો ઉપયોગ કરવો એ 'મૌલિક અધિકાર'

કોચી, તા. ૨૦ :. કેરળ હાઈકોર્ટે ઈન્ટરનેટના ઉપયોગને 'મૌલિક અધિકાર' ગણાવ્યો છે. કોર્ટે આ ઐતિહાસિક ફેંસલો સંભળાવતા કહ્યું છે કે, ઈન્ટરનેટનો ઉપયોગ બંધારણ હેઠળ અપાયેલા શિક્ષણના અધિકાર તથા પ્રાઈવસીના અધિકારનો જ ભાગ છે. આ ફેંસલો જસ્ટીસ પી.વી. આશાના નેતૃત્વવાળી પીઠે એક અરજી પર સંભળાવ્યો જેમાં એક છાત્રાએ ગર્લ્સ હોસ્ટેલમાં છોકરીઓના મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધને અનુચિત ઠેરવ્યો હતો. મોબાઈલના ઉપયોગ બદલ તે હોસ્ટેલથી સસ્પેન્ડ થઈ હતી જે પછી તેણે અરજી દાખલ કરી હતી. હોસ્ટેલમાં ૬ થી ૧૦ (રાત્રી) સુધી મોબાઈલ ઉપર પ્રતિબંધ છે. છાત્રાની દલીલ હતી કે મોબાઈલ ઉપર પ્રતિબંધથી તેના અભ્યાસને માઠી અસર પડે છે કારણ કે ઈન્ટરનેટ થકી ઘણી માહિતી મળે છે. પ્રતિબંધ માટે ગર્લ્સ હોસ્ટેલ પૂરતો છે બોયઝ હોસ્ટેલમાં પ્રતિબંધ નથી. તેણી એ લૈંગિક ભેદભાવ ગણાવ્ય હતો. કોર્ટે માન્યુ કે છાત્રના જીવનમાં નેટનો ઉપયોગ જરૂરી છે.

(11:10 am IST)