Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

કયાં છે મંદી? હૈદ્રાબાદની એક કંપની કર્મચારીઓને આપશે ૧ લાખનું બોનસ

હૈદરાબાદ, તા.૨૦: The Singareni Collieries Company Limited (SCCL) દશેરાના તહેવાર નિમિત્તે તેમના કર્મચારીઓને રૂપિયા ૧.૦૧ લાખનું બોનસ આપશે. આ કંપની રાજય સરકાર દ્વારા સંચાલિત છે. સરકારે ગુરુવારે આ દ્યોષણા કરી છે.

વિધાનસભામાં ઘોષણા કરતા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કે ગત પાંચ વર્ષમાં SCCLનો ગ્રોથ ખૂબ સારો રહ્યો અને તેની ક્રેડિટ કર્મચારીઓને જાય છે. તેમણે કહ્યું કે SCCL કંપની ગત વર્ષની સરખામણીમાં લગભગ ૪૦,૦૦૦ રૂપિયા વધારે બોનસ આપશે. આ બોનસ કંપનીના પ્રોફિટમાંથી આપવામાં આવશે. હવે દરેક કર્મચારીને ૧,૦૦,૮૯૯ રૂપિયાનું બોનસ મળશે. આ કંપનીમાં ૪૮,૦૦૦ લોકો કામ કરે છે કે જેઓને દશેરા નિમિત્તે આ બોનસ મળશે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૩-૧૪માં કર્મચારીઓને ૧૩,૫૪૦ રૂપિયા બોનસ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ૨૦૧૭-૧૮માં ૬૦,૩૬૯ રૂપિયા બોનસ આપવામાં આવ્યું હતું. આ માઈનિંગ કંપનીનું તેલંગણાના વિકાસમાં મોટું યોગદાન રહેલું છે. માટે કર્મચારીઓના હિત માટે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.(૨૩.૨)

(10:12 am IST)