Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

DIGI LOCKER એપમાં કેવી રીતે ડોકયુમેન્ટ અપલોડ કરશો?

આધાર અને બીજા ડોકયુમેન્ટમાં નામ અલગ અલગ હશે તો ડોકયુમેન્ટ અપલોડ નહીં થાય, તેમજ જો ૨૦૧૦ પહેલાનો લાઇસન્સ કે પછી વાહનના ડોકયુમેન્ટ હશે તો પણ થશે નહીં

નવી દિલ્હી, તા.૨૦: અત્યારે ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરીને તેનો કડક રીતે અમલ કરાવવા માટે તંત્ર કટીબદ્ઘ છે. સાથે સાથે સરકાર દ્વારા આરટીઓને લગતા દસ્તાવેજોને સાથે ન રાખવા પડે તે હેતું DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપ લોન્ચ કરી છે. જેમાં વાહન ચાલકો પોતાના આરટીઓને લગતા દસ્તાવેજો અપલોડ કરી શકે છે. પરંતુ આ એપને લઇને કેટલીક ફરિયાદો પણ ઉઠવા પામી છે. ત્યારે આ એપમાં ડોકયુમેન્ટ કેવી રીતે અપલોડ થાય એ અંગે માહિતી આપીશું.

જો તમારી પાસે ૨૦૧૦ની પહેલાનું લાઇસન્સ હશે અને તમારે DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપમાં ડોકયુમેન્ટ રાખવા હશે તો પણ તમારે આરટીઓ કચેરી ખાતે બેકલોક કરાવવા માટે લાઈનમા ઊભા રહેવું પડશે. કારણ કે ૨૦૧૦ પહેલાનો ડેટા આરટીઓ પાસે નથી. જેના કારણે DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપમા લોકોના ડોકયુમેન્ટ અપલોડ થઇ શકતા નથી.

નવા નિયમોને લઈ લોકોનો પરેશાન થય રહ્યા છે. અને વાહનની સાથે પોતાના ડોકયુમેન્ટ રાખવા મુશ્કેલ બની રહ્યું હતું. જેને લઈ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વાહન ચાલકો પોતાના ડોકયુમેન્ટ DIGI LOCKER અથવા તો M PARIVAHAN એપમાં પોતાના લાઇસન્સ, પીયુસી, (PUC), આરસી બુક (RC Book) અપલોડ કરી સાથે રાખી શકશે. અને ચેકિંગ દરમિયાન બતાવી શકાશે.

પરંતુ DIGI LOCKER અથવા તો M PARIVAHANમાં ડોકયુમેન્ટ અપલોડ ન થવાની લોકોને મુશ્કેલીએ પડી રહી છે. અરજદાર બી.બી. શેઠ જણાવ્યુ હતુ કે આરસી બુક અને લાઇસન્સ અપલોડ થઈ ગયું.પરંતુ ચાર ગાડી છે જેના ડોકયુમેન્ટ સોફટવેરમાં બતાવવતા જ નથી.

એસ.પી.મુનિયાએ જણાવ્યુ હતુ કે DIGI LOCKER અથવા તો M PARIVAHAN બંને એપમાં તમામ ડોકયુમેન્ટ આધાર સાથે લિંક કરવાના છે. અને આધારમા નામ હશે તે જ નામ બીજા ડોકયુમેન્ટમાં હોવું જોઈએ.

આધાર અને બીજા ડોકયુમેન્ટમાં નામ અલગ અલગ હશે તો ડોકયુમેન્ટ અપલોડ નહીં થાય. તેમજ જો ૨૦૧૦ પહેલાનો લાઇસન્સ કે પછી વાહનના ડોકયુમેન્ટ હશે તો પણ થશે નહીં. કારણ કે પહેલા બેક લોક કરાવવું પડશે. જો તમામ ડોકયુમેન્ટમાં નામ એક જ હશે.અને આરટીઓના સોફટવેરમાં ડેટા હશે તો જ DIGI LOCKER અથવા તો M PARIVAHAN ડેટા અપલોડ કરી શકશો.

(10:11 am IST)