Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મર્જર માટે સરકારના રડાર ઉપર ૧૭ બેંકો

રોકાણકારોને બેંકોથી દૂર રહેવા નિષ્ણાંતોની સલાહઃ વિશ્લેષકોનું માનવું છે પીએનબી, કેનરા, યુબીઆઇ સાથે નબળી બેંકોનું મર્જર થશે

મુંબઇ તા.૨૦:  બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના મર્જરની જાહેરાત પછી બીજી સરકારી બેંકોના એકત્રીકરણની અટકળો તેજ થઇ ગઇ છે. આના લીધે મોટી સરકારી બેંકોના શેરની કિંમતો પર દબાણ આવી શકે છે. બજારના વિશ્લેષકોનું કહેવું છે કે પીએનબી, કેનરા બેંક, યુનીયન બેંક ઓફ ઇન્ડિયાની સાથે બેંક મર્જરના બીજા દાવેદાર પણ હોઇ શકે છે.

વિદેશી બ્રોકરેજ કંપની સીએલ એસએનુ઼ કહેવું છે કે નબળી બેંકોની હાલત સુધારવા માટે સરકારી બેંકો વચ્ચે કોન્સોલીકેશન જરૃરી છે. જો કોઇ ખાસ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને મર્જર કરવામાં આવે તો તેનાથી આમાં મદદ મળશે જો કે મર્જર અને બેલ આઉટની અટકળોને કારણે મોટી અને સારી સરકારી બેંકો પર દબાણ આવી શકે છે.

સરકારે ત્રણ બેંકોના મર્જરનો પ્રસ્તાવ સોમવારે રજુ કર્યો હતો. આ મર્જર પછી તે દેશની ત્રીજા નંબરની મોટી બેંક બની જશે. કહેવામાં આવે છે કે આના લીધે બાકીની ૧૭ સરકારી બેંકો વચ્ચે કોન્સોલીકેશનની ભુમિકા તૈયાર થશે. મેકવેરીમાં ફાઇનાન્સીયેલ સર્વિસીઝ રીસર્ચના હેડ સુરેશ ગણપતિએ જણાવ્યું, '' ત્રણ બેંકોના મર્જરની જાહેરાત પછી પીએનબી, કેનરા બેંક અને યુનિયનબેંક ઓફ ઇન્ડિયાને લઇને ચર્ચાઓ ગરમ થઇ છે. તેમની સાથે પણ નબળી બેંકોનું મર્જર થઇ શકે છે.'' તેમણે કહયું કે રોકાણકારોએ સરકારી બેંકોથી દૂર રહેવું જોઇએ. આ બેંકોને ફંડની અછત સાથે હવે કોન્સોલીકેશનનો પણ સામનો કરવો પડશે.(૧.૪)

(12:14 pm IST)