Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વરસાદનો ટૂંકો સ્‍પેલ આવે છે : ઉત્તર - મધ્‍ય અને પૂર્વ- પヘમિમાં યુપી હરિયાણા અને પંજાબમાં ખાબકશે

પિકચર અભી બાકી હૈ, દુષ્‍કાળની ચિંતા હળવી થશે : હવામાન તંત્રને આશા

નવી દિલ્‍હી : ભારતીય હવામાન વિભાગના આગાહી કેન્‍દ્રના વડાના જણાવ્‍ચ મુજબ ચોમાસાએ હાલમાં વિદાયના સંકેત આપ્‍યા નથી,

કેટલાય વિસ્‍તારોમાં મોડે-મોડેથી વરસાદનો ટૂંકો સ્‍પેલ જોવા મળી રહ્યો છે.

ઉત્તર, મધ્‍ય અને પૂર્વ ભારતમાં તથા પ. ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વરસાદનો સારો સ્‍પેલ જોવા મળી શકે અને પૂર જેવી સ્‍થિતિ પણ જોવા મળી શકે છે, તેમ સ્‍કાયમેન્‍ટની આગાહી છે.

આ સંજોગોમાં દુષ્‍કાળની ચિંતા હળવી થશે. સિઝનમાં વરસાદની કુલ ઘટ ૧૦ ટકાથી વધારે હોય તો હવામાન કચેરી દુષ્‍કાળની જાહેરાત કરે છે અને કેટલાક વિસ્‍તારમાં દુષ્‍કાળનું પ્રમાણ ૨૦થી ૪૦ ટકા સુધીની ઘટના સ્‍વરૂપમાં જોવા મળી શકે છે

ચોમાસું સપ્‍ટેમ્‍બરના અંતે અથવા તો ઓક્‍ટોબરના પ્રારંભિક સપ્તાહમાં વિદાય લેવાનો પ્રારંભ કરી શકે છે. ૨૦૧૭માં આ પ્રકારની વિદાયનો પ્રારંભ ૨૭મી સપ્‍ટેમ્‍બરથી શરૂ થયો હતો.

 

(11:55 am IST)