Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હ્યુમન વેક્સીનના ટ્રાયલ માટે ૧૧૨૫ સેમ્પલ લેવાયા

કોરોના વેક્સીનનો હ્યુમન ટ્રાયલ ત્રણ તબક્કામાં થશે : કોરોનાની મહામારીને નાથવા માટે 'કોવાક્સિનલ્લ વેક્સીનથી ટૂંક સમયમાં જ ડોક્ટર્સના હાથમાં આવી જશે

નવી દિલ્હી, તા. ૨૦ : દુનિયામાં એક કરોડ ૪૬ લાખથી વધુ લોકો કોરોનાની અડફેટે આવી ગયા છે, જ્યારે ભારતમાં આંકડો ૧૧ લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા મહિનાથી કોરોનાએ સમગ્ર દુનિયા પર પોતાનો પ્રકોપ મચાવી રાખ્યો છે. કોરોનાના કહેરમાંથી હવે તો ફક્ત તેની રસી છૂટકારો અપાવી શકે છે. આજથી કો-વેક્સીન નામની સ્વદેશી વેક્સીનનું હ્યૂમન ટ્રાયલ શરૂ થશે.

ભારતમાં વિકસાવવામાં આવેલી પહેલી સ્વદેશી વેક્સીનનું નામ 'કોવાક્સિનલ્લ છે. આશા રખાઈ રહી છે કે કોરોનાની મહામારીને નાથવા માટે 'કોવાક્સિનલ્લ વેક્સીનથી ટૂંક સમયમાં ડોક્ટર્સના હાથમાં આવી જશે. 'કોવાક્સિનલ્લના પહેલા અને બીજા તબક્કાના ક્લીનિકલ ટેસ્ટને પરવાનગી આપી દેવામાં આવી છે. આઈસીએમઆર અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે સાથે મળીને 'કોવાક્સિનલ્લ વેક્સીનને તૈયાર કરી છે જેનું આજથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં હ્યૂમન ટ્રાયલ શરૂ થઈ જશે. દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં વિકસિત રસી હ્યુમન ટ્રાયલની મંજૂરી બાદ ૧૧૨૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રથમ ચરણમાં ૩૭૫ લોકો પર જેમને કો-મોરબિડિટી નથી, બીજા ચરણમાં ૧૨-૬૫ વર્ષના ૭૫૦ લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. કોરોના વેક્સીન 'કોવાક્સિનલ્લનું હ્યૂમન ટ્રાયલ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ સહિત દેશના અલગ-અલગ કુલ ૧૨ સેન્ટર્સ પર થઈ રહ્યું છે. જેમાંથી ૧૦૦ લોકોનો ટેસ્ટ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં થશે.

રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તેના કુલ ત્રણ ટ્રાયલ કરાશે. પ્રથમ ચરણમાં ટ્રાઇ કરાશે કે કેટલી સલામત છે. બીજા ચરણમાં તેનો કેટલો ડોઝ હોવો જોઈએ અને ત્રીજા ચરણમાં તેનો ટ્રાયલ વ્યાપક સ્તરે કરાશે. ગુલેરિયાએ કહ્યું કે હજુ વાતના કોઈ પુરાવા નથી કે રાષ્ટ્રીય સ્તર પર કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. પરંતુ હોટસ્પોટ્સ છે, અહીંયા સુધી કે શહેરોમાં જ્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને વધુ શક્યતા છે ક્ષેત્રોમાં લોકલ ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. એઇમ્સના ડાયરેક્ટરે કહ્યું કે વેક્સીનની સાથે એક કંટ્રોલ આર્મ પણ હશે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં પ્લેસિબો કહેવાય છે. કેટલાક લોકોને વેક્સીન અપાશે અને કેટલાકને કંટ્રોલને. બંનેમાં ઈમ્યુનોજેનિટીનું અંતર તપાસવામાં આવશે, ટ્રાયલ એઇમ્સમાં થશે.

નોંધનીય છે કે જે લોકો પર કોરોનાની વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવશે તેમનો સૌથી પહેલા કોરોનાનો ટેસ્ટ થશે. ઉપરાંત લોહી, લીવર, બીપી અને કિડની સહિતના તમામ ટેસ્ટમાં સ્વસ્થ્ય હશે તેવા લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ખૂબ ટૂંક સમયમાં વેક્સીન માર્કેટમાં આવી જશે અને દુનિયાભરમાં કોરોનાની વેક્સીન બનાવવાની રેસમાં ભારત અવ્વલ સાબિત થશે.

(9:42 pm IST)