Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સૌથી વધુ નોકરી ભારતીયોની જશેઃ ૮૬ ટકાને છે ડર

નવી દિલ્હી, તા.૨૦: વિશ્વભરમાં કોરોનાએ પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આવી ભયંકર બિમારી ગત ૧૦૦ વર્ષમાં કોઈએ જોઈ નથી. આ કોરોના સંકટે આખા વિશ્વને મોટો ઝટકો આપ્યો છે. જયારે આ મહામારીના કારણે ઘણા લોકોની નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો છે તો ઘણા લોકોના પગાર પણ કપાયા છે.

આ બધી બાબતો વચ્ચે એક એવો અહેવાલ બહાર આવ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

બ્રિટિશ રિસર્ચ ફર્મ ક્રોસબી ટેકચર ગ્રુપના એક રિસર્ચ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સર્વે અનુસાર કોવિડ-૧૯ રોગચાળાને કારણે લોકો તેમની નોકરી અને આજીવિકા ગુમાવવાના ડરમાં જીવી રહ્યા છે. આ સર્વેમાં સામેલ સૌથી વધુ ૮૬ ટકા ભારતીયો નોકરી જવાને લઈને ચિંતિત છે.

જયારે બ્રિટનમાં ૩૧ ટકા, ઓસ્ટ્રેલિયામાં ૩૩ ટકા, અમેરિકામાં ૪૧ ટકા અને હોંગકોંગમાં ૭૧ ટકા લોકો નોકરી જવાને લઈને ચિંતિત છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (TCS)એ ૪૦ હજાર ફ્રેશર્સને નોકરી આપવાની વાત કરી છે,તે સાથે જ ટીસીએસએ આ વર્ષે અમેરીકામાં આવેલા કેમ્પસ પ્લેટમેન્ટ્સને બે ગણા કરીને ૨,૦૦૦ કરવાનો નિર્ણય લીધો છે. વિતેલા વર્ષે પણ આ કંપનીએ અંદાજે આટલા જ ફ્રેશર્સને હાયર કર્યા હતા.

(11:52 am IST)