Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરુદ્ધ મહામારી એક્ટ અંતર્ગત કોર્ટમાં ફરિયાદ

ગેહલોત સમર્થક ધારાસભ્યો જયપુરની એક હોટલમાં રોકાયેલા છે.

જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત 102 ધારાસભ્યો વિરુદ્ધ મહામારી એક્ટ અંતર્ગત કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં આ ફરિયાદ વકીલ ઓમ પ્રકાશ તરફથી દાખલ કરવામાં આવી છે.

, ગેહલોત સમર્થક ધારાસભ્યો જયપુરની એક હોટલમાં રોકાયેલા છે. જેમનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં નજર કરતા માલૂમ પડે છે કે, ધારાસભ્યો લગાન ફિલ્મ જોઈ રહ્યા છે. આ તમામ ધારાસભ્યો ત્યારથી ત્યાં રોકાયેલા છે, જ્યારથી અશોક ગેહલોતે સીએમ હાઉસમાં મીડિયાની સામે દાવો કર્યો હતો કે, તેમની પાસે 100 ધારાસભ્યોનું સમર્થન છે.

(12:00 am IST)