Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રામ મંદિર બનાવવાથી કોરોના ખતમ થઇ જશે:શરદ પવારે કર્યો પીએમ મોદીને સવાલ

સરકારે લૉકડાઉનથી થયેલા નુકસાન પર ધ્યાન આપવું જોઇએ

નવી દિલ્હી એનસીપી સુપ્રીમો શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, આપણે એ નિર્ણય લેવો પડશે કે શું વધુ જરૂરી છે. કોરોના ખતમ કરવા માટે સરકારે કામ કરવું જોઇએ. શરદ પવારે કહ્યું કે, કેટલાક લોકો વિચારે છે કે રામ મંદિર બનાવવાથી કોરોના ખતમ થઇ જશે. જોકે સરકારે લૉકડાઉનથી થયેલા નુકસાન પર ધ્યાન આપવું જોઇએ. અર્થવ્યવસ્થા નબળી પડતી જઇ રહી છે

 શરદ પવારનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચર્ચા છે કે પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજનમાં સામેલ થઇ શકે છે. શનિવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટની બેઠક થઇ હતી. આ બેઠકમાં આના પર ચર્ચા કરવામાં આવી કે ભૂમિ પૂજનની તારીખ કઇ રાખવામાં આવે.

(8:29 am IST)