Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

ટોલ પ્લાઝા પર FASTag ફરજિયાત

૧ ડિસેમ્બરથી હાઈ વે પર સડસડાટ દોડશે તમારી કાર

નવી દિલ્હી, તા.૨૦: હાઈ વે પર ટ્રાફિક સ્મૂધ રહે અને ટોલ પ્લાઝા પર પણ ભીડ ન થાય તે માટે સરકારે શુક્રવારે જણાવ્યું કે ૧ ડિસેમ્બરથી નેશનલ હાઈ વે પર બધા જ ટોલ પ્લાઝાની બધી જ લેન FASTag લેન થઈ જશે. બધી લેનમાં એક હાઈબ્રિડ લેન હશે જે બધા ટોલ પ્લાઝાને ઓવર સાઈઝડ વાહનોને જવામાં મદદ કરશે. આ લેનમાં FASTag ઉપરાંત બીજી રીતે પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે સમય જતા આ લેનને પણ FASTagમાં કન્વર્ટ કરવામાં આવશે.

૧ ડિસેમ્બર પછી જો FASTag નહિ હોય એવા વાહન FASTag લેનમાંથી પસાર થશે તો તેમણે ડબલ ફી ચૂકવવી પડશે. FASTag એક એવો ટેગ છે જેને સ્કેન કરીને મશીન ટોલ ચાર્જને ઓટોમેટિક કાપી લે છે અને વાહનને ટોલ પ્લાઝા પર કેશ આપવા માટે અટકવું નથી પડતુ. મંત્રાલયે જણાવ્યું, અમે આખા દેશમાં ટોલ ફી પ્લાઝાની બધી જ લેનને FASTag લેન્સ જાહેર કરવાનો નિરર્ણય કર્યો છે. આ નિયમ ૧ ડિસેમ્બરથી લાગુ પડશે.

નેશનલ હાઈવેઝ ફી રૂલ્સ, ૨૦૦૮ મુજબ ટોલ પ્લાઝા પર FASTag લેનનો ઉપયોગ ફકત જ્ખ્લ્વ્ર્ીિં ધરાવતા વાહનો જ કરી શકે છે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી આઙ્ખફ ઈન્ડિયા (NHAI)ને લખેલા પત્રમાં મિનિસ્ટ્રીએ નેશનલ હાઈવેના દરેક ટોલ પ્લાઝા પર આ નિયમનો કડક અમલ કરવા સૂચના આપી છે. આ નિર્ણય ઝડપી પેમેન્ટ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લેવાયો છે. આનાથી હાઈવે પર ટ્રાફિક આસાનીથી પસાર થઈ શકશે અને ટોલ પ્લાઝા પર પણ ભીડ નહિ જામે.

રેડિયોફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ધરાવતો FASTagવાહનના આગળના કાંચ પર લગાવવામાં આવે છે. તેની સાથે જે પ્રિપેઈડ સેવિંગ્સ એકાઉન્ટ લિંક થયુ હોય તેમાંથી ટોલ ફી સીધી કપાઈ જાય છે. આમ કરવાથી વાહનને ટોલ પ્લાઝા પર ટ્રાન્ઝેકશન માટે ઊભા નથી રહેવુ પડતુ. તાજેતરમાં એવુ જોવા મળ્યું હતું કે FASTag ન હોય તેવા વાહનો પણ FASTag લેનમાંથી પસાર થઈ કેશ પેમેન્ટ કરતા હતા. આ કારણે FASTag લેનમાં પણ ટ્રાફિક થતો હતો અને હેતુ સર નહતો થતો. પરિણામ સ્વરૂપે FASTag ઈલેકટ્રોનિક ટોલ કલેકશન અપેક્ષા પ્રમાણે વધ્યું નહતુ. NHAIએ FASTagની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ ફેરફાર સૂચવ્યો છે. ૧ ડિસેમ્બર પહેલા ટોલ પ્લાઝા પર જરૂરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ફણ્ખ્ત્દ્ગચ લોજિસ્ટિકસ અને અન્ય સમસ્યાઓ પારખી દૂર કરવા પણ જણાવાયું છે જેથી આ નવા નિયમના અમલીકરણમાં કોઈ સમસ્યા ન ઊભી થાય.

(3:52 pm IST)
  • બેંગલુરુમાં મટનના નામે વેચાઈ છે કૂતરાઓનું માંસ !!:બેંગ્લુરુમાં શ્વાનના માંસ અંગે કહેવાય છે કે કુતરાઓને કસાઇખાનામાં કપાવાઈને હોટલો અને મટનની દુકાનોમાં વેચાઈ રહ્યું છે: વાસ્તવમાં બેંગ્લુરમાંરેજિડેન્ટ વેલ્ફેર એસો,એ તામિલનાડુની એક એજન્સીને કુતરાઓને હટાવવા કોન્ટ્રાકટ આપ્યો છે :દાવો કરાયો છે કે આ કુતરાઓને કાપીને માંસ વેચાઈ છે access_time 1:26 am IST

  • સરદાર સરોવર- નર્મદા ડેમને ૬.૫ નો મહા ભૂકંપ આવે અને કેન્દ્રબિંદુ ૧૨ કિમિ રેડીઅસમાં હોય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ નથી: એસએસએનએલએલની સ્પષ્ટતા access_time 8:56 pm IST

  • વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાંથી હાર્દિકની બાદબાકી? : હાર્દિક પીઠની મુશ્કેલીનો સામનો કરતો હોય તેને આરામ આપવામાં આવે તેવી ભારે ચર્ચા access_time 2:36 pm IST