Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની પુત્રીનું અવસાન :દત્તક દીકરી ભારતીના ગયા વર્ષે જ લગ્ન થયેલા

વિદિશા નગરપાલિકામાં નોકરી કરતી ભારતીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણની દીકરીનું નિધન થયું હતું.  શિવરાજ સિંહની આ દત્તક પુત્રી હતી. ગયા વર્ષે 1 મેના રોજ શિવરાજ સિંહ ચૌહાણ અને તેમના પત્ની સાધના સિંહે ભારતીના લગ્ન કરાવ્યા હતા.

  દીકરીના મોતની ખબર સાંભળતા જ શિવરાજ સિંહની પત્ની સાધના અને પુત્ર કાર્તિકેય વિદિશા પહોંચ્યા હતા. ભારતી વિદિશામાં નગરપાલિકામાં કામ કરતી હતી. મીડિયા અહેવાલ મુજબ ભારતીની તબિયત બગડી ગઈ હતી, તેમના પરિવારજનોએ તુરંત હોસ્પિટલમાં ભારતીને એડમીટ કરાવી હતી. યોગ્ય સમયે ઇલાજ ન મળવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

(8:53 am IST)