Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સરકારે બેરોજગારોને નોકરી આપી જ નથી : મુલાયમસિંહ

ભાજપ સરકારમાં તેના સભ્યો જ દુખી છે : વેપારી-ખેડૂતો પરેશાન થયેલ છે : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે તે સરકારના લોકોને ખબર નથી : મુલાયમ

નવીદિલ્હી,તા. ૨૦ : લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દરમિાયન ઉગ્ર ગરમાગરમ ચર્ચા થઇ હતી. ચર્ચામાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે પણ ભાગ લીધો હતો. મુલાયમસિંહ યાદવે નિવેદન કર્યું ત્યારે અનેક મુદ્દાઓ ઉપર સભ્યો હસી પડ્યા હતા. મુલાયમસિંહે કહ્યું હતું કે, અહીંના ખેડૂત જેટલા મહેનતી છે તેટલા મહેનતી અન્ય કોઇ દેશના ખેડૂત નથી. મુલાયમસિંહે કહ્યું હતું કે, ફળદ્રુપ જમીન હોવા છતાં અહીંના ખેડૂત પરેશાન દેખાઈ રહ્યા છે. મોદી સરકારમાં બેઠેલા લોકોને આ બાબતની માહિતી નથી કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા મુલાયમસિંહે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી. મુલાયમે ઉમેર્યું હતું કે, ખેડૂતોને તક આપીને અમેરિકાએ પણ વિકાસની મોટી સિદ્ધિઓ હાસલ કરી છે. વેપારી અને ખેડૂતો ભારે પરેશાન થયેલા છે. સરકારે બેરોજગારોને નોકરી આપી નથી. અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર ચર્ચા વેળા મુલાયમસિંહ યાદવ પણ મોદી સરકાર પર આક્ષેપો કરતા નજરે પડ્યા હતા. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના સભ્યો પણ ગૃહમાં તેમના નિવેદન વેળા તેમનો સાથ આપતા નજરે પડ્યા હતા.

(7:38 pm IST)