Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને વધુ એક ઝાટકોઃ અભિનેત્રી પ્રિયંકાનો આપઘાત

નવી દિલ્હીઃ તામિલ ટીવી સિરીયલોમાં અભિનય કરતી અભિનેત્રી પ્રિયંકાએ આત્મહત્યા કરી લેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચકચાર મચી છે. આ ૩૨ વર્ષની અભિનેત્રીના ઘરે દરવાજો ન ખુલતા પોલીસ બારી તોડી ઘરમાં ઘુસ્યા હતા. જયાં પ્રિંયકાનો મૃતદેહ દોરડા સાથે લટકાયેલી હાલતમાં મળ્યો હતો. પ્રિયંકાએ તામિલની સિરિયલોમાં તેમજ ફિલ્મ 'બાહુબલી'માં પ્રભાસની માતાનો રોલ કરનાર રામ્યા કૃષ્ણન સાથે કામ કરેલ હતું. પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.

(3:33 pm IST)