Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

યુપી બાદ હવે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ-સપા સાથે લડશે ચુંટણી

અખિલેશ યાદવે કર્યુ એલાનઃ સત્તાવાર જાહેરાત બાકી

લખનૌ, તા.૨૦: ઉતરપ્રદેશની ચુંટણી સાથે લડયા બાદ સમાજવાદી પક્ષેઆ વર્ષના અંતમાં થનારી મધ્યપ્રદેશની વિધાન સભા ચુંટણી પણ કોંગ્રેસની સાથે મળીને લડવાનું એલાન કર્યુ છે. ૨ દિવસની યાત્રા પર ભોપાલ પહોંચેલા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ કમલનાથ, પૂર્વ પીસીસી ચીફ અરૂણ યાદવ અને યુપીના પૂર્વ રાજયપાલ અજીજ કુરેશી સાથે મુલાકાત કર્યા બાદ તેની સત્તાવાર ઘોષણા કરશે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પક્ષનો મધ્યપ્રદેશમાં કોઇ ખાસ દબદબો નથી. જો બુદેલખંડના વિસ્તારને છોડી દેવામા આવેતો આ ક્ષેત્રમાં ખુબજ મહેનત કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પક્ષનો મધ્યપ્રદેશ કોઇ મોટો આધાર નથી. ત્યાંથી ચુંટણી લડીને તેનું પ્રદર્શન અગાઉથી જ ચુંટણી લડતી આવી છે.

પત્રકારો સાથે વાતચીત કરીને પક્ષ અધ્યક્ષે કહ્યું કે સમાજ વાદિઓને મધ્ય પ્રદેશમાં હજુ ઘણુ કાર્ય કરવાનું છે. તેઓએ કહ્યું કે તેઓ કોંગ્રસેની સાથે મળીને ચુંટણી લડશે, જો કે મધ્યપ્રદેશમાં ગઠબંધન કેવું હશે. તેના ઓખલેશ યાદવે કાંઇ ખાસ જણાવ્યું નથી. પરંતું કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા બાદ તેનો નિર્ણય લેવામાં આવશે.

(12:35 pm IST)