Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

આજથી Jio ફોન ઓફરનો પ્રારંભ : મળશે રૂ. ૪૯માં 1GB 4G ડેટા અને

નવી દિલ્હી તા. ૨૦ : જો તમે નવો મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો, રિલાયન્સ જીયો તમારા માટે શાનદાર ઓફર લઈ આવ્યું છે. રિલાયન્સ જીયોની આ ઓફરનું નામ છે મોનસૂન હંગામા ઓફર. જીયોની મોનસૂન હંગામા ઓફર ૨૦ જુલાઈ ૨૦૧૮ સાંજે ૫.૦૧થી શરૂ થઈ રહી છે. આ ઓફર હેઠળ તમે કોઈ પણ બ્રાંડનો ફીચર ફોન આપીને નવો જીયો ફોન લઈ શકો છો. આના માટે તમારે માત્ર રૂ. ૫૦૧ આપવા પડશે.

જીયો ફોન મોનસૂન હંગામા ઓફર માટે તમે Jio.com અને પ્ળ્થ્ત્બ્ એપ પર રજિસ્ટર કરાવી શકો છો. આ જીયો ફોનમાં ગ્રાહક ફેસબુક, વોટ્સઅપ અને યૂ-ટ્યૂબનો ઉપયોગ કરી શકશે. સાથે જીયો એન્ટરટેનમેંટનો આનંદ પણ લઈ શકશે.માત્ર ૫૦૧ રૂપિયા આપવાથી આપને રિલાયન્સ જીઓ ફોનનું અપડેટ વર્ઝન મળી જશે. રિલાયન્સ જીઓ દ્રારા એ ગ્રાહકો માટે ખાસ ઓફર આપવામાં આવી છે. જેમણે ગયા વર્ષે જીઓ ફોન ખરીદ્યો હતો. જીઓનાં ફોનમાં ફેસબૂક વ્હોટઅપ યુઝ કરવા માટે ૨૦ જુલાઈના દિવસે સાંજે ૫. કલાક અને ૦૧ મિનિટે તમારે જીઓ સ્ટોર જવું પડશે અને તમારા જૂના ફોનના બદલામાં તમને નવો ફોન મળશે.

જૂના ફીચર ફોનને એકસચેન્જ કરી નવો જિયોફોન ખરીદ્યા બાદ યૂઝર્સ ૪૯ અથવા ૧૫૯ રૂપિયાવાળા પ્લાન પસંદ કરી શકે છે. ૪૯ રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને 1GB 4G ડેટા સહિત અનલિમિટેડ વોઈસ કોલિંગ આપવામાં આવશે. આ પેકની વેલિડિટી ૨૮ મળશે. બીજી તરફ ૧૫૩ રૂપિયાના પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ 1.5 4G ડેટા સહિત અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજના ૧૦૦ SMS મળશે. આ પેકની વેલિડિટી પણ ૨૮ દિવસની રહેશે.(૨૧.૧૮)

(11:40 am IST)