Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

OMG ! અહીં ભાતથી જ શરૂ થાય છે જિંદગી અને ભાત પર જ ખતમ

અહીંની સ્થિતિ એટલી ખરાબ છે કે, મર્યા પહેલા જ બીમાર પડેલા વ્યકિતની કબર ખોલવામાં આવે છે

નવી દિલ્હી તા. ૨૦ : આજે આપણો દેશ ગણો આગળ વધી ગયો છે. લોકો દરેક પ્રકારની વસ્તુઓ સામે જાગૃત થયા છે. ભારતમાં વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે. લોકો શિક્ષણ માટે દેશ બહાર જઇ રહ્યા છે. દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે તો દેશના એવા કેટલાક વિસ્તારો છે જયાં આજે પણ વિકાસના નામે મિંડું છે. જયાં લોકો પિત્ઝા, બર્ગર, પાસ્તા સુધી પહોંચ્યા છે તો બીજી તરફ એવા લોકો છે જેમને ભાત સિવાય કંઇ જોયું જ નથી. આવા લોકોને ખાવા માટે ભાત સિવાય કંઇ નસીબ જ નથી થતું.

વેબસાઇટ પત્રિકામાં આવેલા આર્ટિકલ પ્રમાણે ઝારખંડ રાજયના પૂર્વી સિંહભૂમના ડુમરિયા ડિવિઝન હેડકવાર્ટથી આશરે ૩૦ કિલોમીટર અને જમશેદપુરથી લગભગ ૬૦ કિલોમિટર એક જગ્યા આવેલી છે. આ ગામનું નામ દંપાબેડા છે. આ ગામ પાસે આશરે ચાર હજાર ફૂટ ઊંચો એક પર્વત છે. આ પર્વત ઉપર કેટલાક આદિવાસી સમુદાયના લોકો વસે છે.સામાન્ય લોકોમાં જંગલ બોયના નામથી પ્રખ્યાત આ ગામના લાોકો આજે પણ વિકાસથી વંચિત છે. શિક્ષણ તો દૂર પણ તેમને ખાવામાં ભાત સિવાય કંઇ જ જાણતા નથી. આ ગામમાં બહારના લોકો નથી જતા અને આ લોકો અહીંથી બીજે કયાય નથી જતા. અહીં સુવિધાના નામ પર કંઇ જ નથી. ભલે આજના સમયે દુનિયા ચાંદ ઉપર કોલોની બનાવવાની વાતો કરે પરંતુ અહીં વસતા લોકોનું દૂર દૂર સુધી કોઇ જ સંબંધ નથી.

સૌથી વધારે દુઃખની વાત તો એ છે કે આ ગામમાં કોઇ ગંભીર રૂપથી બીમાર પડે તો તેની સારવાર માટેની કોઇ વ્યવસ્થા નથી. અહીંની સ્થિતિ એટલી ખરાબ છે કે, મર્યા પહેલા જ બીમાર પડેલા વ્યકિતની કબર ખોદવામાં આવે છે.

અહીં કેટલાક લોકો પોતાનું ગુજરાન લાકડા કાપીને કરે છે. લાકડા કાપીને આ લોકો પર્વત પરથી નીચે ઉતરીને વેચવા જાય છે. કામ પુરુ થયા બાદ લોકો ફરી પર્વત ઉપર આવે છે. અહીં લોકોના ઘર માટીના લેપથી બનેલા છે. અહીંના લોકો મહિનામાં એક વખત પર્વત પરથી નીચે ઉતરીને બોમરો પગે ચાલીને જાઇને અનાજ લાવે છે. અનાજ પુર થતાં કંદમૂળને રાંધીને ખાય છે.(૨૧.૭)

(10:47 am IST)