Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આ વર્ષે 'સેલ'ની સીઝનમાં નહીં હોય ભલીવાર

નવી દિલ્હી, તા.૨૦: ગ્રાહકોને આ વરસે સીઝનના અંતમાં થતા સેલમાં નિરાશા મળી શકે છે. આ વર્ષે સેલના સમયગાળામાં ગ્રાહકોને ઓછી વસ્તુઓ પર છૂટ મળવાની સાથે ભાવોમાં રાહત પણ બહુ નહી મળે અને સેલની મુદત પણ ટુંકી રહેવાના અણસાર દેખાઇ રહ્યા છે.

મહામારીની ત્રીજી લહેર ખતમ થયા પછી માર્ચ મહિનાથી જ રીટેઇલ વેચાણકારોમાં વેચાણ શરૂ જોવા મળ્યુ છે. મહામારીના કારણે તેમણે સ્ટોક ઓછો રાખ્યો હોવાથી તેમની પાસે સેલ દરમ્યાન છૂટ સાથે વેચાણ માટે વધારે માલ જ નથી. જો કે બ્રાન્ડસને આશા છે કે છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વખતે સારી સેલ સીઝન બની શકે છે કેમ કે હવે ઓફીસો ખુલી ગઇ છે અને લોકો પણ છૂટથી બહાર નીકળી રહ્યા છે એટલે તેમણે પોતાના વોર્ડરોબમાં ફેરફાર જરૂી લાગી રહ્યા છે.પેપે જીન્સ ઇન્ડિયાના સીઇઓ મનીષ કપૂર કહે છે, 'અમે આ વખતે સેલ સીઝનની મુદતમાં બે અઠવાડીયાનો કાપ મુકયો છે અને પહેલાના ૭-૮ સપ્તાહના સેલના બદલે ૫-૬ સપ્તાહના સેલનું નક્કી કર્યુ છે. તેમણે કહ્યુંૂ કે પહેલાના સેલની સરખામણીમાં આ વખતે માલ પણ ૩૦-૩૫ટકા ઓછો રહેશે. આ ઉપરાંત ડેનિમ બ્રાંડ પોતાના સેલની શરૂઆત ૨૩ જૂનથી કરશે જે દરમ્યાન વધુમાં વધુ ૫૦ ટકાની છૂટ અપાશે.

રીટેઇલ ચેઇન લાઇફસ્ટાઇલ પણ ૨૩ જૂનથી પોતાનું સેલ શરૂ કરશે જો કે તે ફકત એક મહિનો જ સેલ રાખશે અને વધુમાં વધુ છૂટ ૫૦ ટકા રહેશે. એલ્ડો, ચાર્લ્સ એન્ડ કીથ અને બાથ એન્ડ બોડી વર્કસ જેવી મોટી બ્રાંડો ૩-૪ સપ્તાહના સેલનું આયોજન કરશે તો બીજી તરફ વી-માર્ટ રોટેલના સંસ્થાપક અને એમ ડી લલિત અગ્રવાલનું કહેવુ છે કે કંપનીને આ વર્ષે સેલના દિવસો ઘટાડીને ફકત ૧૫ કરી દીધા છે. રીટેઇલ વિક્રેતાઓને આશા છે કે આ વખતે દુકાનોની સાથે ઓનલાઇન પર પણ ભીડ રહેશે.(

(4:30 pm IST)