Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

ટોકિયો ઑલિમ્પિક માટે પહોંચેલ યુગાંડાની ટીમના એક સભ્ય કોરોના પૉઝિટિવ મળ્યો

કોરોના પૉઝિટિવ શખ્સ યુગાંડાના એ નવ સભ્યોની ટીમનો એક ભાગ છે જેમણે વૅક્સિનના બંને ડોઝ લીધા હતા

ટોકિયો ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે આવેલ વિદેશી ખેલાડી કોરોના પૉઝિટિવ મળ્યો છે યુગાંડાની ઑલિમ્પિક ટીમના એક સભ્ય જાપાન પહોંચ્યા ત્યારે તેઓ કોરોના પૉઝિટિવ મળી આવ્યા હતા.

23 જુલાઈના રોજ જાપાનના પાટનગર ટોકિયોમાં યોજાનાર ઑલિમ્પિક માટે પહોંચી રહેલા વિભિન્ન દેશોનાં જૂથો પૈકી કોઈ વ્યક્તિ કોરોના પૉઝિટિવ આવી હોય તેવો આ પ્રથમ મામલો છે.

ઑલિમ્પિક રમતનું આયોજન પાછલા વર્ષે કોરોના વાઇરસ મહામારીના કારણે સ્થગિત કરી દેવાયું હતું. પરંતુ હાલ કોરોનાની નવી લહેર આવી હોવા છતાં તેનું આયોજન કરાઈ રહ્યું છે.

ઑલિમ્પિકનું આયોજન જાપાનના પાટનગર ટોકિયોમાં 23 જુલાઈથી 8 ઑગસ્ટ વચ્ચે થવાનું છે.

યુગાંડામાં પણ કોરોના વાઇરસની મહામારીના મામલામાં વધારો થઈ રહ્યો છે. આના કારણે શુક્રવારે અહીંની સરકારે લૉકડાઉનના નિયમો વધુ કડક બનાવી દીધા છે.

રિપોર્ટ અનુસાર કોરોના પૉઝિટિવ આવનાર શખ્સ યુગાંડાના એ નવ સભ્યોની ટીમનો એક ભાગ છે જેમણે વૅક્સિનના બંને ડોઝ લીધા હતા. આ ટીમમાં બૉક્સર, કોચ અને અધિકારી સામેલ હતા.

(11:20 pm IST)