Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે : રાત્રે અમદાવાદમાં આગમન

એરપોર્ટ પર રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ  શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે આજે રાતે 9 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા...અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતુ.

આ પ્રવાસ દરમિયાન તેઓ તારીખ 21 ના રોજ અમદાવાદમાં નવનિર્મિત વૈષ્ણવદેવી ફ્લાય ઓવર તેમજ ખોડિયાર કંટેઇન્મેન્ટ ડેપો ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે આ ઉપરાંત તેઓ કલોલ ખાતે પણ એપીએમસીની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે.આ સાથે જ તેઓ વિવિધ રસીકરણ કેન્દ્રોની પણ મુલાકાત લેશે.પ્રવાસના બીજા દિવસે એટલે કે તારીખ 22 ના રોજ તેઓ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાશે..

(11:00 pm IST)