Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ડોકટરો પર હુમલાની ઘટનાથી કેન્દ્રસરકાર લાલઘૂમ : કડક કાર્યવાહીના રાજ્ય સરકારોને આપ્યા આદેશ

ડોક્ટરોને ધમકી અથવા હુમલોની કોઈપણ ઘટના તેમના મનોબળને ઘટાડી શકે અને અસલામતીની ભાવના ઉભી કરી શકે

નવી દિલ્હી : ડોકટરો પરના હુમલાની ઘટનાને કેન્દ્ર સરકારે ખુબ જ ગંભીરતાથી લીધી છે અને કડડક વલણ દેખાડ્યું છે અને આવા હુમલાખોરો વિરૂદ્ધ રાજ્ય સરકારોને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલામાં સામેલ લોકો સામે કેસ નોંધવા અને કડક રોગચાળા (સુધારો) અધિનિયમ, 2020 લાગુ કરવા જણાવ્યું છે.

કોવીડ-19 રોગચાળા વચ્ચે દેશના જુદા જુદા ભાગોમાં ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર થયેલા હુમલાની અનેક ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ આ પત્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે

 

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કહ્યું છે કે તમે આ વાત સાથે સંમત થશો કે ડોકટરો અથવા આરોગ્ય કર્મચારીઓ પર ધમકી અથવા હુમલોની કોઈ પણ ઘટના તેમના મનોબળને ઘટાડી શકે છે અને તેમાં અસલામતીની ભાવના ઉભી કરી શકે છે.આનાથી આરોગ્ય સંભાળ સિસ્ટમ પર વિપરીત અસર થઈ શકે છે.'

ગૃહ સચિવે કહ્યું કે હાલના સંજોગોમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

કેન્દ્ર સરકારે કહ્યું કે ડોક્ટરો પર હુમલા કરનારાઓ વિરૂદ્ધ FIR કરો અને કડક કાર્યવાહી કરો. કેન્દ્રએ રાજ્યોને એમ પણ કહ્યું કે આવા કેસોમેં સ્થિતિ પ્રમાણે રોગચાળા (સુધારો) અધિનિયમ, 2020 લાગુ કરવો જોઈએ છે.આ કાયદા મુજબ, ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ પરના હુમલામાં સામેલ કોઈપણ વ્યક્તિને પાંચ વર્ષની સજા અને બે લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.

(12:08 am IST)