Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

દિવાળી સુધીમાં અથવા વર્ષાન્તે કોરોનાની પહેલાની સ્થિતિએ ભારતમાં વિમાની સેવા પૂર્વવત થઇ જશે

નવી દિલ્હી : કેન્દ્રના ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે કે વંદે ભારત કાર્યક્રમ ફેઈઝ 3 અને 4 હેઠળ એર ઇન્ડિયાએ 300 ફલાઈટો શરૂ કરવા પ્લાન ઘડી કાઢયો છે.તેમણે કહ્યું છે કે ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો શરૂ કરવામાં ક્વોરન્ટાઈનની શરતો, એન્ટ્રી અને બોર્ડર એક્સેપ્ટન્સ એ મહત્વના મોટા ફેક્ટર છે.
યુ.એસ.એ., યુ.કે., બ્રાઝિલ, યુ.એ.ઈ., સિંગાપુરમાં બહારના દેશો માટે પ્રવેશ શરતી છે. ત્યારે ઘણા દેશો માત્ર પોતાના નાગરિકોને જ પ્રવેશ આપે છે.
શ્રી પુરીએ જણાવેલ કે દિવાળી સુધીમાં અથવા તો આ વર્ષના અંત સુધીમાં, કોરોના પહેલાની સ્થિતિએ, ભારતમાં વિમાની ઉડ્ડયન સેવાઓ પૂર્વવત્ત શરૂ થઈ જશે

(8:02 pm IST)