Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ચીની સેના ફરીથી ડોકલામમાં ઘૂસી :સરકાર સ્પષ્ટતા કરે: ચીને ગયા વર્ષે સમજૂતી રદ કરી: સુબ્રમણ્યમ સ્વામીનું મોટું નિવેદન

ભારત સાથે ડોકલામ મુદ્દે ગયા વર્ષે થયેલાં બંને દેશો વચ્ચેનાં કરારને રદ કરી દીધો, જેને ભારતે પોતાની મોટી જીત ગણાવી હતી

નવી દિલ્હીઃ ભારત-ચીનનાં વિવાદને લઇ હવે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ખુદ ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ‘એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે ચીનને ભારત સાથે ગયા વર્ષે થયેલી ડોકલામ સમજૂતીને રદ કરી દીધી છે. એવામાં હકીકત શું છે તે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરવું જોઇએ.

ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શનિવારનાં રોજ આંતરરાષ્ટ્રીય મીડિયા (અમેરિકી મીડિયા) રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કેએવું સાંભળવામાં આવી રહ્યું છે કે ચીને ભારત સાથે ડોકલામ મુદ્દે ગયા વર્ષે થયેલાં બંને દેશો વચ્ચેનાં કરારને રદ કરી દીધો છે જેને ભારતે પોતાની મોટી જીત ગણાવીને દાવો કર્યો હતો કે ચીન ભૂટાનથી પોતાનું સૈન્ય પરત લઇ રહ્યું છે. હવે સૂત્રોનું કહેવું છે કે ચીની PLA ડોકલામમાં ફરીથી પ્રવેશ કર્યો છે. વિદેશ મંત્રાલયે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ.”

સુબ્રમણ્યમ સ્વામીનું આ નિવેદન ત્યારે આવ્યું કે, જ્યારે ગઇ કાલે સર્વદળીય બેઠકમાં પ્રધાનમંત્રી  મોદી દ્વારા કહેવામાં આવ્યું કે, “ભારતની સીમા ચોકીઓ પર કોઇએ પણ કબ્જો નથી કર્યો અને ન તો ચીને ભારતીય સીમાઓનું ઉલ્લંઘન કર્યું છે.”

આ સિવાય તેઓએ જણાવ્યું કે, “વર્ષોથી દેશે પોતાની સીમાઓને સુરક્ષિત કરવા માટે સીમાવર્તી ક્ષેત્રોમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસને પ્રાથમિકતા આપી છે. તેઓએ જણાવ્યું કે, લડાકુ વિમાનો, આધુનિક હેલિકોપ્ટરો, મિસાઇલ રક્ષા પ્રણાલીઓ વગેરેને કારણ દળોની આવશ્યકતાને સરકાર દ્વારા નોટ કરવામાં આવી હતી.”

LAC માં નવા બનેલા રસ્તાઓને કારણ પેટ્રોલિંગ વધી ગયું છે અને ‘કોઇ તેની જાણકારી વગર ભારતની સીમાઓ તરફ એક ઇંચ પણ વધી ના શકે.’ પીએમ મોદીએ કહ્યું કે, પહેલાં તે ક્ષેત્ર કે જે હવે ભારતની દૃશ્યતામાં ન હતાં તે પ્રભાવી ઢંગથી દળો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે

(6:31 pm IST)