Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી સેનિકા શાહને યુ.એસ.આર્મીમાં કેપટન તરીકે પ્રમોશન : આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું શરૂ કર્યું

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન ફિઝિશિયન મહિલા સુશ્રી સેનિકા શાહને  યુ.એસ.આર્મીમાં કેપટન તરીકે પ્રમોશન મળ્યું છે. તેથી તેમણે હવે આર્મી હોસ્પિટલમાં સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે.
મેડિકલ સ્કૂલમાંથી આ વર્ષે ગ્રેજ્યુએટ થયા બાદ તેઓને ઉપરોક્ત હોદા ઉપર પ્રમોશન આપવામાં આવ્યું છે.જે અંગે તેમણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૈનિકો અને તેમના પરિવારની સેવાઓ કરવાનો મને આનંદ મળશે
સુશ્રી સેનિકના માતાપિતા મુંબઈથી ન્યુયોર્ક ગયા હતા.અને ત્યાં સ્થાયી થયા હતા.જ્યાં સુશ્રી શાહનો જન્મ થયો હતો.

(6:15 pm IST)