Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

ગુગલ સર્ચ હેડ તરીકે ઇન્ડિયન અમેરિકન એક્ઝિક્યુટિવ શ્રી પ્રભાકર રાઘવનની નિમણુંક

વોશિંગટન : 2012 ની સાલથી ગૂગલમાં જોડાયેલા અને  2018 ની સાલથી ગૂગલની એડ્સ એન્ડ કોમર્સ ટીમમાં શામેલ કરાયેલા ઇન્ડિયન અમેરિકન એક્ઝિક્યુટિવ શ્રી પ્રભાકરન રાઘવનને હવે ગુગલ સર્ચ હેડ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
આ અગાઉ તેઓ યાહૂ લેબ તેમજ આઇ.બી.એમ.રિસર્ચમાં કામ કરી ચુક્યા છે.તેમણે આઇ.આઇ.ટી..મદ્રાસમાંથી બેચલર ઓફ ટેક્નોલોજીની ડિગ્રી મેળવેલી છે.તથા યુ.સી.બર્કલેમાંથી ઇલેક્ટિકલ એન્જીનીઅરીંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ વિષય સાથે પી.એચ.ડી.કર્યું છે

(5:56 pm IST)