Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020

મોરારીબાપુ પર દ્વારકા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરાયેલ હુમલાના પ્રયાસ મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો :મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામધામ વીરપુર આવતી કાલે બંધ પાળશે

વીરપુર ગામના સમગ્ર વેપારીઓ રોજગાર ધંધા બંધ પાળી રોસ વ્યક્ત કરશે: પૂ , જલારામબાપાના પરિવારના પ્રતિનિધિ અને વીરપુર ગામના પાંચ આગેવાનો આવતી કાલે રાજકોટ જઈને આવેદનપત્ર પત્ર આપશે

વીરપુર ;મોરારીબાપુ પર દ્વારકા ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરાયેલ હુમલાના પ્રયાસ મામલે સમગ્ર  સૌરાષ્ટ્રમાં સાધુ સંતોમાં રોષ ફેલાયો છે :મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામધામ વીરપુર આવતી કાલે બંધ પાળશે

 દરમિયાન જલારામ બાપાની જગ્યાના શ્રી ભરતભાઈ ચાંદ્રાણીએ જણાવ્યું છે કે  છેલ્લા કેટલાક સમયથી પૂ.બાપુ વિશે અમુક લોકો અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને તદન પાયાવિહોણી વાતો સોથ્યલ મીડીયામાં વહેતી મુકી રહ્યા છે. આ તમામ વાતો સત્યથી તદન વિરુદ્ધ છે. પૂ. બાપુએ વ્યાસપીઠ ઉપરથી જે પણ કહ્યું છે તેને સમજ્યા વગર અથવા તો સમજવા છતાં અન્ય કોઇપણ કારણોસર અમુક “સિલેક્ટીવ” ભાગ ને લોકો સમક્ષ મુકી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઇપણ વાતમાં અસહમતી હોય તો એ જરૂર પૂ. બાપુ સમક્ષ રજૂ કરી શકાય છે પણ તેની એક રીત હોય અને વિવેક્પુર્ણ રજુ થવી જોઈએ. તેમ ન કરીને પૂ.બાપુ માટે તદન હિન કક્ષાતા રાબ્દનો પ્રયોગ કરીને પૂ બાપુ તેમજ વ્યાસપીઠનું આવા લોકોએ અપમાન કર્યું છે. ત્યારે પ્રસ એ થાય કે કોઇપણ જાત ના અંગત સ્વાર્થ વગર સત્ય, પ્રંમ અને કરુણા ના સાક્ષાત સ્વરૂપ એવા પરમ બુદ્ધયુરુષ પૂમોરારીબાપુએ માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ની સેવા કરી છે, તેની સામે આંગળી ચીંધવા માટડની આપણે લોકો કોઈ કક્ષા ધરાવીએ છીએ? તેમ છતાં પૂ.બાપુએ એમતા સાધુ સ્વભાવ પ્રમાણે વ્યાસપીઠ ઉપરથી માફી માંગી લીધી. અંટલુજ નહી પરંતુ લોકોની લાગણી થી પૂ ,બાપુ ભગવાન શ્રી દ્વારકાધીથા ના ચરણોમાં વંદન કરવા દ્વારકા પહોંચી ગયા. કારણકે તેઓ હંમેશા સંવાદ તથા સામાજીક એકતાના પક્ષમાં રહ્યા છે. આવા સમયે પુર્વ ધારાસભ્ય પબુભા એ પૂ બાપુ પર ધસી જઈને હુમલો કરવાનો હિન પ્રયાસ કર્યી અને જે ભાષાનો પ્રયોગ કયી તે કોઇપણ સંજોગોમાં ક્ષમ્ય નથી તેમજ સહ્ય પણ નથી. આ બધું થયા બાદ પણ પૂ.બાપુ એ આજે કહ્યુકે “હું માફી માંગનાર તથા માફી આપનાર માણસ છુ અન મારા તરફથી આ વાત હું પુરી કરુ છું.” એ પૂબાપુની સાધુતા અને કાંમળ સ્વભાવ નો પરિચય આપ છે. પરંતુ આ સમગ્ર ઘટના થી પૂ.બાપુના અસંખ્ય શ્રોતાઓતે વેદના થઇ છે અને ખુબ દુઃખ થયું છે. આ અણછાજતી ઘટતાનો પૂજલારામબાપા પરિવાર તથા સમસ્ત વીરતૂર ગામ સખત વિરોધ કર્‌ છે તથા સરકારશ્રી ને નિવેદન કરે છે કે આવી વ્યક્તિ સામે યોગ્ય પગલા ભરે.
  પૂ. બાપુ અને પૂબાપાની ગરિમા જળવાય એ રીતે સમસ્ત વીરપુર ગામ શાંતિપૂર્વક તા. ૨0/૬/૨૦૨0 શનિવાર ના રોજ સ્વૈચ્છિક રીતે પોતપોતાનાં ધંધા રોજગાર બંધ રાખીને આ કૃત્યને વખોડે છે. આપણે સોં ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ આપે.
ભરત જયસુખરામ ચાંદ્રાણી
જલારામબાપાની જગ્યા,
વીરપુર.

(12:00 am IST)