Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ભારતીય વાયુસેનાનો મોટો નિર્ણય : મિગ-21 ફાઈટર એરક્રાફ્ટના સમગ્ર કાફલાની ઉડાન પર પ્રતિબંધ મુકાયો

તપાસ પૂરી ન થાય અને દુર્ઘટનાના કારણોની જાણ ન થાય ત્યાં સુધી મિગ-21 કાફલાની ઉડાન રોકી દેવાઈ

નવી દિલ્હી : ભારતીય વાયુસેના (IAF) એ મોટો નિર્ણય લીધો છે. તેમણે મિગ-21 ફાઈટર એરક્રાફ્ટના સમગ્ર કાફલાની ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. હકીકતમાં, આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનમાં એક પ્લેન ક્રેશ થયું હતું, જેના પછી સવાલો ઉઠી રહ્યા હતા. 8 મેના રોજ રાજસ્થાનના હનુમાનગઢના એક ગામમાં મિગ-21 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર વરિષ્ઠ રક્ષા અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય અને દુર્ઘટનાના કારણોની જાણ ન થાય ત્યાં સુધી મિગ-21 કાફલાની ઉડાન રોકી દેવામાં આવી છે. વાસ્તવમાં, મિગ-21 એરક્રાફ્ટ વેરિઅન્ટ્સ પાંચ દાયકા પહેલા ભારતીય વાયુસેનામાં સામેલ થવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને તે તબક્કાવાર બહાર થવાની આરે પહોંચી ગયું છે.

 

(8:26 pm IST)