Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

જી-7 સમિટમાં વડાપ્રધાન મોદી વિશ્વનેતાના રુપમાં ઉભર્યા: હિરોશિમામાં બોધિવૃક્ષ ભેટ સ્વરુપે આપ્યું :મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું

‘આજે પણ ‘હિરોશિમા’ શબ્દ સાંભળીને દુનિયા ફફડી જાય છે:આજે વિશ્વ જળવાયુ પરિવર્તન અને આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં બાપુના આદર્શો હજુ પણ સુસંગત છે

નવી દિલ્હી :જી-7 સમિટમાં વડાપ્રધાન મોદી એક વિશ્વનેતાના રુપમાં ઉભર્યા હતા.એક તરફ ઝેલેન્સ્કી તો બીજી તરફ ભારતીય મૂળના યુકેના વડાપ્રધાન ઋષિ સૂનક સાથેની મુલાકાતો હૃદયસ્પર્શી રહી હતી

હિરોશીમા શહેરમાં એક સમયે અમેરિકાએ ‘લીટલ બોય’નામનો બોમ્બ મૂકીને આખા શહેરને તબાહ કર્યું હતું ત્યાં આજે વડાપ્રધાન મોદીએ બોધિવૃક્ષ ભેટ સ્વરુપે આપવા સાથે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરીને  ભારત અને જાપાનના સંબંધોને વધુ બળબાન બનાવ્યા છે અને સમગ્ર જી-7 સમિટમાં આખા વિશ્વને શાંતિનો સંદેશો પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે  ‘આજે પણ ‘હિરોશિમા’ શબ્દ સાંભળીને દુનિયા ફફડી જાય છે.  G-7 સમિટ માટે મારી જાપાનની મુલાકાત દરમિયાન મને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી હતી. ‘આજે વિશ્વ જળવાયુ પરિવર્તન અને આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં બાપુના આદર્શો હજુ પણ સુસંગત છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ પ્રત્યે આદર, સમન્વય અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે, જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્ત્વ સમજી શકે.”

જાપાનના હિરોશિમા શહેરમાં G-7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. પીએમ મોદી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર  અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન G-7 બેઠક પહેલાં પીએમ મોદીને મળ્યા હતા. મોદી વિશ્વના નેતાઓની વચ્ચે બેઠા હતા, જ્યારે બાઈડન તેમની સીટ પર આવ્યા અને તેમને ભેટી પડ્યા.

  બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને પીએમ મોદી પણ એકબીજાને પ્રેમથી મળ્યા  હતા. સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને બિન-શ્વેત વડાપ્રધાન છે. તેઓ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. આ સાથે જ મોદીએ પદ્મશ્રી અવોર્ડ મેળવનાર જાપાની લેખક ડો.ટોમિયો મિઝોકામિને પણ મળ્યા હતા

   
(7:29 pm IST)