Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

૨૦૦૦ની નોટ બંધ થવાથી રીયલ એસ્ટેટને ફટકો લાગી શકે

નોટ પાછી ખેંચવાની જાહેરાતની કેવી અસર રહે છે તે જોવા માટે દેશની કંપનીઓ વેઇટ એન્ડ વોચના મોડમાં

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર માસ બાદ  બે હજારની નોટ ચલણમાંથી બહાર થઈ જશે તેવી જાહેરાત ગઈકાલે થતા હોવાથી તે કરી દેવામાં આવ્યા બાદ દેશની કંપનીઓમાં ચર્ચાનો દોર શરૂ થયો છે જોકે મોટાભાગની કંપનીના સંચાલકો આ પગલાની અસર કેવી રહે છે તે જોવા માટે વેટ એન્ડ વોચના મોડમાં આવી ગયા છે.જોકે બિઝનેસ જગતના નિષ્ણાતો એ એમ કહ્યું છે કે આ પગલાથી દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી વધુ ફટકો લાગી શકે છે અને તેના બિઝનેસ પર વિપરીત અસર થઈ શકે છે.દેશની અલગ અલગ કંપનીના સંચાલકોએ પોતપોતાના અભિપ્રાયો વ્યકત કર્યા છે અને મોટાભાગના બિઝનેસમેનોએ એમ કહ્યું છે કે અત્યારે તો આ પગલાની કોઈ વધુ ખરાબ અસર નહી થતા આગળ કેવી પરિસ્થિતિ રહે છે તે જોવા માટે થોડો ઇન્તજાર કરવો પડશે.ઝાયડસ વેલનેસના સંચાલક તરૂણ અરોરા એ એમ કહ્યું છે કે બિઝનેસ પર કોઈ વધારે પડતી ખરાબ અસર થાય તેવું મને લાગતું નથી પછી તો અલગ અલગ બિઝનેસના અલગ અલગ મંતવ્ય હોઈ શકે છે.જોકે મોટાભાગના નિષ્ણાંતો અને કંપનીના સંચાલકો એમ માને છે કે આ પગલાથી દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી વધુ ફટકો લાગી શકે છે અને તેના બિઝનેસ પર વિપરીત અસર પડી શકે છે કારણ કે તેમાં રોકડ વ્યવહાર મોટા પ્રમાણમાં થતું હોય છે.

 

(4:24 pm IST)