Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

બેંગ્‍લોરમાં સિધ્‍ધારમૈયાની શપથવિધિ : કોંગ્રેસનું શકિત પ્રદર્શન : વિપક્ષી એકતા પણ જોવા મળી : રાહુલ - પ્રિયંકા - કોંગ્રેસના સીએમ - શરદ પવાર - ડો. અબદુલ્લાહ - નીતિશ - તેજસ્‍વી - સ્‍ટાલિન - કમલ હસન સહિતનાઓ હાજર

આજે બેંગ્‍લોર ખાતે કોંગ્રેસની નવી સરકારની શપથવિધિ કાર્યક્રમ યોજાયો. જેમાં પક્ષે શકિત પ્રદર્શન કર્યું હતું. મુખ્‍યમંત્રી તરીકે સિધ્‍ધારમૈયા તો નાયબ મુખ્‍યમંત્રી તરીકે ડી.કે.શિવકુમારે શપથ લીધા. ૮ ધારાસભ્‍યોએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં જંગી મેદની એકઠી થઇ હતી. કાર્યક્રમમાં કોંગ્રેસે શકિત પ્રદર્શન કર્યું હતું. જેની આગેવાની રાહુલ - પ્રિયંકાએ લીધી હતી. કાર્યક્રમમાં વિપક્ષી એકતા દર્શાવવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસ શાસિત મુખ્‍યમંત્રીઓ ઉપરાંત શરદ પવાર, નીતિશ કુમાર, સ્‍ટાલીન, તેજસ્‍વી યાદવ, ડો. ફારૂક અબદુલ્લાહ, કમલ હસન વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સીનીયરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:34 pm IST)