Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ભારતમાં આ સપ્તાહે ૧૩ ટકા ઘટ્યા નવા કેસ : છતાં દુનિયામાં સૌથી વધુ

વિશ્વમાં જયાં ૪૮ લાખથી થોડા વધુ નવા કેસ સામે આવ્યા છે અને મોતનો નવો આંકડો ૮૬૦૦૦થી નીચે રહ્યો છે : પાછલાથી પાછલા સપ્તાહના મુકાબલે તેમાં ક્રમશઃ ૧૨ ટકા અને પાંચ ટકાનો ઘટાડો થયો છે : WHO

સંયુકત રાષ્ટ્ર,તા.૨૦: ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં કોવિડ-૧૯ના નવા કેસમાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે પરંતુ સંક્રમણના નવા કેસ વિશ્વભરમાં સૌથી વધુ ભારતમાં જ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ વાત કહી છે. ષ્ણ્બ્દ્ગક્ન રાષ્ટ્રીય અધિકારીઓ પાસેથી ૧૬ મે સુધી પ્રાપ્ત કોવિડ-૧૯ સાપ્તાહિક મહામારી વિજ્ઞાન અભ્યાસના આંકડા પ્રમાણે છેલ્લા એક સપ્તાહથી દુનિયાભરમાં નવા કેસ અને મોતમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

વિશ્વમાં જયાં ૪૮ લાખથી થોડા વધુ નવા કેસ સામે આવ્યા છે અને મોતનો નવો આંકડો ૮૬૦૦૦થી નીચે રહ્યો છે. પાછલાથી પાછલા સપ્તાહના મુકાબલે તેમાં ક્રમશઃ ૧૨ ટકા અને પાંચ ટકાનો ઘટાડો થયો છે. સંગઠને કહ્યું કે, સર્વાધિક નવા કેસ ભારતથી (૨૩,૮૭,૬૬૩ નવા કેસ) સામે આવ્યા જેમાં તેનાથી પાછલા સપ્તાહની તુલનામાં ૧૩ ટકાનો ઘટાડો થયો છે. ત્યારબાદ બ્રાઝિલમાં (૪,૩૭,૦૭૬ નવા કેસ, ત્રણ ટકાની વૃદ્ઘિ), અમેરિકા  (૨,૩૫,૬૩૮ નવા કેસ, ૨૧ ટકાનો ઘટાડો), આર્જેન્ટીના  (૧,૫૧,૩૩૨ નવા કેસ, આઠ ટકાની વૃદ્ઘિ) અને કોલંબિયા (૧,૧૫,૮૩૪, છ ટકાની વૃદ્ઘિ) થી સામે આવ્યા છે.

મોતના સર્વાધિક નવા કેસ પણ ભારતમાં સામે આવી રહ્યાં છે, જયાં ૨૭૯૨૨ નવા મૃત્યુ નોંધાયા છે. પ્રતિ એક લાખની વસ્તી પર બે નવા દર્દીઓના મોત થઈ રહ્યાં છે, આ ચાર ટકાની વૃદ્ઘિ છે. ત્યારબાદ નેપાળ (૧૨૨૪ નવા મોત, પ્રતિ એક લાખની વસ્તી ૪.૨ નવા મોત, ૨૬૬ ટકા વૃદ્ઘિ), અને ઈન્ડોનેશિયા (૧૧૨૫ નવા મોત, પ્રતિ લાખની વસ્તી ૦.૪ નવા મોત, પાંચ ટકાનો ઘટાડો) સામે આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા રાષ્ટ્રીય અધિકારીઓ પાસેથી નવ મે સુધી પ્રાપ્ત આંકડા પ્રમાણે ભારતમાં સર્વાધિક નવા કેસ ૨૭,૩૮,૯૫૭ નોંધાયા જે તેની પહેલાના સપ્તાહથી પાંચ ટકા વધુ છે. ડબ્લ્યૂએચઓના અનુમાન પ્રમાણે, ભારતમાં સંક્રમણના કુલ કેસ ૨.૪૬ કરોડ છે અને કુલ મોત   ૨,૭૦,૨૮૪ છે. આંકડામાં તે પણ જણાવવામાં આવ્યું કે પાછલા સપ્તાહે દક્ષિણ પૂર્વી એશિયાના ક્ષેત્રમાં પાછલા સપ્તાહે ૨૫ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને ૩૦,૦૦૦થીવધુ દર્દીઓના મોત થયા છે.

તે તેના પાછલા સપ્તાહની તુલનામાં ક્રમશઃ ૧૨ ટકા અને સાત ટકા ઓછા છે. સંગઠને કહ્યું કે, નવા કેસ સામે આવવા સતત નવ સપ્તાહ સુધી વધ્યા બાદ ઘટ્યા છે. પરંતુ કુલ વૈશ્વિક મહામારી શરૂ થયા બાદથી અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર છે. સાથે કહ્યું કે, મોતનો આંકડો સતત નવમાં સપ્તાહે પણ વધ્યો છે.

(10:26 am IST)