Gujarati News

Gujarati News

News of Thursday, 20th May 2021

ગુમ થયેલા ૪૯ લોકોની તપાસ ચાલુ

તૌકતે વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાંથી બહાર કઢાયા ૨૬ શબ

દરિયામાં ગુમ થયેલા લોકોને શોધવા માટે નેવીના ૫ જહાજ કામે લાગેલા છેઃ આ સિવાય હેલિકોપ્ટર્સ અને કોસ્ટ ગાડર્સની પણ મદદ લેવાઈ રહી છે

મુંબઈ, તા.૨૦: તૌકતે વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ડૂબેલા બાર્જ P305 પરથી ગુમ થયેલા ૭૫ લોકોમાંથી હજુ સુધી ૨૬ લોકોના મોતની પુષ્ટી થઈ છે. જેમના શબ અરબી સમુદ્રમાંથી બહાર કાઢી લેવાયા છે. આ શબ મુંબઈના દરિયા કિનારાથી ૫૦ થી ૬૦ નોટિકલ મીલ્સ એટલે કે ૯૦ કિલોમીટર કરતા વધારે દૂર સુધી તરીને પહોંચી ગયા હતા. બાર્જ ભ્૩૦૫ના ૪૯ ક્રૂ મેમ્બર્સ હજુ પણ ગુમ છે, જયારે ૧૮૬ લોકોને પહેલા જ બચાવી લેવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે પહેલા એવી માહિતી સામે આવી હતી કે બાર્જ પર ૨૭૩ લોકો સવાર હતા, પરંતુ ONGS જેણે બાર્જને તૈનાત કર્યું હતું, તેણે જણાવ્યું હતું ૨૬૧ લોકો સવાર હતા. અધિકારીઓનું કહેવું છે કે ગુમ થયેલા ૪૯ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

રેસ્કયુ મિશનમાં ભારતીય નેવીના ૫ જહાજ કામગીરી કરી રહ્યા છે. આ સિવાય હેલિકોપ્ટર્સ અને કોસ્ટ ગાર્ડ્સની મદદ લેવામાં આવી રહી છે. ડીજી શિપિંગના સૂત્રોનું કહેવું છે કે P305ના તમામ ક્રૂએ લાઈફ જેકેટ પહેરી રાખ્યા હતા. જેઓ ગુમ છે, તેઓ કયાંકને કયાંક દરિયામાં હશે, એવી આશા બનેલી છે. જે લોકોને રેસ્કયુ કરાયા છે, તેઓ કલાકો સુધી લાઈફ જેકેટના સહારે દરિયામાં તરતા રહ્યા હતા. રેસ્કયુમાં જોડાયેલા લોકોને તોફાની પવન અને દરિયાના ઊંચા મોજાનો સામનો કરવો પડી રહ્યો છે.

કુલ ચાર વેસલ્સ (મુંબઈ તટના બે બાર્જ, ગુજરાતના પીપાવાવ બંદરથી એખ બાર્જ અને એક ડ્રિલશિપ) માટે બહોળા પ્રમામાં સર્ચ અને રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ ચારે બોમ્બે હાઈમાં ONGCના ઓફશોર પ્લેટફોર્મને દુરસ્ત કરવામાં લાગેલા હતા. મંગળવારે સાંજે દરિયામાં ફસાયેલા ૬૩૮ લોકોને બચાવાયા હતા. તે પછી ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. હવે એ જાણકારી સામે આવી રહી છે કે ગુમ થયેલા લોકોમાંથી ૨૬ના મૃતદેહ મળી ગયા છે.

સોમવારે રાત્રે ગુજરાતમાં દીવ અને ઉનાની વચ્ચે તૌકતે વાવાઝોડું ટકરાયું હતું, જયાં તેલ અને ગેસના પ્રતિષ્ઠાન છે. દરિયાકિનારાથી દૂર જયાં તેલ અને ગેસ ઉત્પાદન ક્ષેત્ર છે ત્યાં મોટી રિફાઈનરીઓ અને કેટલાક વ્યસ્ત બંદરો છે. ગુજરાતમાં ૧૯૯૮માં આવેલા વાવાઝોડા જેટલી તીવ્રતાથી આવ્યા બાદ તે નબળું પડ્યું હતું.

(10:25 am IST)