Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ટીકીટોના ઓછા વેચાણને લઇ મુંબઇ-ન્યુયોર્ક વચ્ચે એર ઇન્ડીયાની સીધી ઉડ્ડાન બંધ

સાર્વજનિક ક્ષેત્રની વિમાનન કંપની એર ઇન્ડીયાએ ટિકીટોના ઓછા વેચાણને લઇ મુંબઇથી ન્યૂયોર્ક વચ્ચે સીધી ઉડ્ડાન સેવા બંધ કરી દીધી છે. ગયા વર્ષે ડીસેમ્બરમાં મુંબઇ અને ન્યુયોર્ક વચ્ચે એર ઇન્ડીયાની સીધી ફલાઇટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જો કે એર ઇન્ડીયા મુંબઇથી નેવાક(અમેરીકા) વચ્ચે સીધી ઉડ્ડાન સેવા ચાલુ રાખશે.

(10:39 pm IST)
  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • અમદાવાદના પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાતનો મામલોઃ ૧૫ દિવસમાં ન્યાય ન મળે આપઘાતની ચીમકી : પીએસઆઇના પત્નિ ડીમ્પલ રાઠોડ સચિવાલયમાં ગૃહ રાજયપ્રધાનને ન્યાય માટે રજુઆત માટે પહોંચ્યાઃ અગાઉ આત્મવિલોપનની ચીમકી ને લઇને સચિવાલય બહાર સઘન બંદોબસ્તઃ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું: ડીવાયએસપીને ધરપકડ કેમ નહિ : ડીમ્પલ રાઠોડ access_time 4:29 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીને મળવાના છે : શ્રી મોદી ભાગવતજીને મળવા નાગપૂર ખાતે સંઘના હેડક્વાર્ટર ઉપર જશે. access_time 1:52 am IST